Republic day/ રાફેલ લડાકુ વિમાન પ્રથમ વાર બતાવશે પોતાનો જુસ્સો, લેશે પરેડમાં ભાગ

કોરોના મહામારીના કારણે 26મી જાન્યુઆરીએ યોજવામાં આવતી પરેડમાં પણ બદલાવ થયો છે…..

India
s 9 રાફેલ લડાકુ વિમાન પ્રથમ વાર બતાવશે પોતાનો જુસ્સો, લેશે પરેડમાં ભાગ

કોરોના મહામારીના કારણે 26મી જાન્યુઆરીએ યોજવામાં આવતી પરેડમાં પણ બદલાવ થયો છે. પરંતુ આ વર્ષે જે સૌથી વધુ ખાસ છે તે રાફેલ લડાકુ વિમાન પ્રથમ વાર પરેડમાં પોતાનો જુસ્સો બતાવશે.

પ્રજાસતાક દિવસની પરેડમાં આ વર્ષે સાચી રીતે ખાસ થવા જઈ રહી છે. કોરોના સંકટના કારણે પરેડમાં બદલાવ થયો છે. પરંતુ આ વર્ષે રાફેલ લડાકુ વિમાન વાયુસેના નો હિસ્સો બને કેટલો સમય વીતી ગયો છે. જ્યારે આ વર્ષે પ્રથમ વખત તેમની ગણતંત્ર દિવસની પરેડ થવાની છે. જેમાં રાફેલ પોતાનો જુસ્સો બતાવશે. રાફેલ લડાકુ વિમાન ફ્લાઈ પાસ્ટના અંતમાં પોતાનો કરતબ બતાવશે. તેની સાથે બે જગુઆર લડાકુ વિમાન અને બે મિગ 29 પણ હશે રાફેલ પર નજર એના કારણે છે કે, આ વર્ષે વર્ટિકલ ચાલી ફોર્મેશનમાં પોતાનો જુસ્સો બતાવશે.

શું છે વર્ટિકલ ચાર્લી ફોર્મેશન ?

લડાકુ વિમાન જ્યારે દુશમન સાથે મુકાબલો કરે છે ત્યારે તેનો સંપૂર્ણ ખાતમો કરતા કરતા પોતાને પણ બચાવવાનો પ્રયત્ન કરે છે. દરેક પાયલોટ પોતાના વિમાનને બચાવવા માટે કેટલાક કરતબ કરે છે. જેથી દુશમનનો સીધો નિશાન દરેક વિમાન પર ના લાગી શકે. આમાંથી જ એક ફોર્મેશનનું નામ વર્ટિકલ ચાર્લી ફોર્મેશન છે. આ ફોર્મેશનના કારણે રાફેલ જ્યારે ઉદાનની શરૂવાત કરશે ત્યારે તે જમીનના સંપૂર્ણ નજીક હશે. પછી અચાનક જ બિલકુલ ઊંચાઈ ઉપર ઉડસે અને ધીમે ધીમે ઉપર જ જશે. આ દરમિયાન કેટલીક રોશની પણ છોડવામાં આવશે. જે કરતબ સાથે સાથે પોતાને પણ બચાવવાની એક નીતિ પણ છે. આકાશમાં વધુ ઊંચાઈ પર ગયા બાદ રાફેલ લડાકુ વિમાન કેટલીક વખત હવામાં પલટી પણ મારસે અને પોતાનો જુસ્સો બતાવશે. આને જ વર્ટિકલ ચાર્લી ફોર્મેશન કહેવામાં આવે છે .

આ વર્ષે ગણતંત્ર ના દિવસે યોજવામાં આવતી પરેડમાં 41 લડાકુ વિમાન ફ્લાઈ પાસ્ટમાં હિસ્સો બનશે. પરેડમાં લડાકુ વિમાન, હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ એરકાફ્ટ સહિત અન્ય વિમાનો પણ ભાગ લેશે. ભારતએ ફ્રાન્સથી 5 રાફેલ લડાકુ વિમાબ લીધા હતા. ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતની થલ સેના, વાયુસેના જલસેના પોતાની શકિતનું પ્રદશન કરશે. રાજપથ ઉપર આધુનિક હથિયારો અને જવાનોના જુસ્સાને બતાવવમાં આવશે.

કૃષિ આંદોલન / ખેડૂત ટ્રેક્ટર રેલીમાં ચિલ્લા બોર્ડર પર સ્ટંટ કરતી વખતે ટ્રેકટર પલટ્યું,

Republic day / જાણો 26 જાન્યુઆરીનાં દિવસે દિલ્હીમાં કેટલી છે સુરક્ષાઓ

Republic day / સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા 72 માં ગણતંત્ર દિવસની ઉજવણી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો