Not Set/ જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે, જાણો અહી

જમ્મુ કાશ્મીરને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે. શું તમે જાણો છો કે જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે. ત્યાં કઈ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને કેટલું ઉત્પાદન થાય છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાંથી સરકારે કલમ 370 અને કલમ 35 A દૂર કરી છે. ત્યારબાદ, જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગ ક્રાંતિની ચર્ચાએ જોર પકડ્યુ છે. હેલ્મેટ ઉત્પાદક સ્ટીલબર્ડે ત્યાં એક […]

India
kasmir 660 જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે, જાણો અહી

જમ્મુ કાશ્મીરને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે. શું તમે જાણો છો કે જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે. ત્યાં કઈ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને કેટલું ઉત્પાદન થાય છે.

તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાંથી સરકારે કલમ 370 અને કલમ 35 A દૂર કરી છે. ત્યારબાદ, જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગ ક્રાંતિની ચર્ચાએ જોર પકડ્યુ છે. હેલ્મેટ ઉત્પાદક સ્ટીલબર્ડે ત્યાં એક ફેક્ટરી સ્થાપવાની પણ વાત કરી છે. બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરની જીડીપીમાં નકારાત્મક વધઘટ જોવા મળી છે. રાજ્યનાં અર્થતંત્રમાં સર્વિસ ક્ષેત્રનો હિસ્સો 56% છે. બીજી તરફ, ઉદ્યોગનો હિસ્સો 27.8 ટકા અને કૃષિનો હિસ્સો 16 ટકા છે. રાજ્યનાં જીડીપીમાં પ્રવાસનનો ફાળો ફક્ત 6.98 ટકા છે. આપને જણાવી દઇએ કે, ઓક્ટોબરમાં જમ્મુ-કાશ્મીરમાં રોકાણ સમિટ યોજાવા જઈ રહી છે. આમાં ઘણી જાણીતી કંપનીઓ શામિલ થશે. અહી, સમજો કે પૃથ્વીનાં સ્વર્ગની સંપૂર્ણ અર્થવ્યવસ્થા કેવી રીતે કાર્ય કરે છે.

અહીં દર વર્ષે 2128 કિલો કેસરનું ઉત્પાદન થાય છે.

આ ક્ષેત્રે વર્ષ 2016-17માં 140 ટન રેશમનું ઉત્પાદન થયુ હતું.

વર્ષ 2018-19માં અહીં 18.8 લાખ ટન સેવફલનું ઉત્પાદન થયું હતું.

જમ્મુ-કાશ્મીરમાં 19.5 લાખ ટન ફળનું ઉત્પાદન થાય છે. જેમાંથી 6500 કરોડની નિકાસ થાય છે.

કાશ્મીરનાં બદામ અને અખરોટ આખા દેશમાં પ્રખ્યાત છે. અહી 2.8 લાખ ટન ડ્રાયફ્રૂટનું ઉત્પાદન થાય છે.

વર્ષ 2017 માં અહીં 73.1 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. નવાઇની વાત તો એ છે કે આ આંકડો આખા વર્ષનો નથી.

કાશ્મીરમાં ફૂલોની ખેતીનું ટર્નઓવર રૂ. 13.5 કરોડ છે. અહીં 350 હેક્ટર જમીનમાં ફૂલોની ખેતી કરવામાં આવે છે.

જમ્મુ-કાશ્મીરમાં 821 કરોડ રૂપિયાનાં કાર્પેટ બનાવવામાં આવે છે, જેમાંથી કાર્પેટની નિકાસ 369.8 કરોડ રૂપિયાની છે.

અહી 1.39 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરે છે. જેને સહકારી ક્ષેત્ર દ્વારા બનાવવામાં આવે છે. તેની કિંમત 315.78 કરોડ છે.

જમ્મુ કાશ્મીરમાંથી 874.4 કરોડ રૂપિયાની ઉનની શાલ બનાવવામાં આવી હતી, જેમાંથી 304.05 કરોડની શાલ નિકાસ કરવામાં આવી હતી.

અહી મોટાભાગનાં આંકડાઓ 2017 નાં ઇકોનોમી સર્વેેથી લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.