Not Set/ ફિલ્મ ધાકડનું ટીઝર થયુ રિલીઝ, દમદાર અંદાજમાં જોવા મળી કંગના

બોલિવુડ એક્ટ્રેસ કંગના રાણાવતની એક્શન થ્રીલર ફિલ્મ ‘ધાકડ’ નો દમદાર ટીઝર રિલીઝ થઈ ગયો છે. 45 સેકન્ડનાં આ ટીઝર વીડિયોમાં કંગનાનો ધાકડ અંદાજ જોવા મળે છે. સાથે તે પોતાની બંદૂકથી કોઇનાં પર બેફામ ગોળીઓ ચલાવતી જોવા મળી રહી છે. રજનીશ ‘રાજી’ ઘઇ નિર્દેશિત ફિલ્મ ધાકડમાં કંગના ડિટેક્ટીવની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આખા ભારત, […]

Uncategorized
dhakad ફિલ્મ ધાકડનું ટીઝર થયુ રિલીઝ, દમદાર અંદાજમાં જોવા મળી કંગના

બોલિવુડ એક્ટ્રેસ કંગના રાણાવતની એક્શન થ્રીલર ફિલ્મ ‘ધાકડ’ નો દમદાર ટીઝર રિલીઝ થઈ ગયો છે. 45 સેકન્ડનાં આ ટીઝર વીડિયોમાં કંગનાનો ધાકડ અંદાજ જોવા મળે છે. સાથે તે પોતાની બંદૂકથી કોઇનાં પર બેફામ ગોળીઓ ચલાવતી જોવા મળી રહી છે. રજનીશ ‘રાજી’ ઘઇ નિર્દેશિત ફિલ્મ ધાકડમાં કંગના ડિટેક્ટીવની ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મનું શૂટિંગ આખા ભારત, દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને યુરોપમાં કરવામાં આવશે. કંગનાની ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મનાં અન્ય સ્ટારકાસ્ટ વિશે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

જો કે, તાજેતરમાં કંગનાની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ રિલીઝ થઈ હતી. જેનું દિગ્દર્શન પ્રકાશ કોવેલામુદીએ કર્યું હતું. તો વળી તેને પ્રોડ્યૂસ એકતા કપૂરે કરી હતી. આ બીજી વખત છે જ્યારે રાજકુમાર રાવ પણ કંગના સાથે દેખાયો હતો.

https://youtu.be/3pjsudrqMdI

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.