Food/ જાણો કયા-કયા નામે ફેમસ છે તમારી ફેવરિટ પાણીપુરી….

કોઈ વાનગી ખાસ રાજ્ય કે પ્રદેશ માટે જાણિતી હોય કે તે પ્રદેશ પૂરતી સિમિત હોય પરંતુ પાણીપુરી એવી વાનગી છે જે કાશ્મીરથી લઈને કન્યાકુમારી તો ગુજરાતથી લઈને અસમ સુધી મળી રહે મતલબ કે આખા ભારતની સર્વસ્વીકૃત વાનગી છે

Food Lifestyle
Untitled 307 જાણો કયા-કયા નામે ફેમસ છે તમારી ફેવરિટ પાણીપુરી....

પાણીપુરી એક એવું સ્વાદિષ્ટ વ્યંજન છે, જે ભાગ્યેજ કોઈ એવું હશે કે તેને પસંદ નહીં આવતી હોય.. કોઈ વાનગી ખાસ રાજ્ય કે પ્રદેશ માટે જાણિતી હોય કે તે પ્રદેશ પૂરતી સિમિત હોય પરંતુ પાણીપુરી એવી વાનગી છે જે કાશ્મીરથી લઈને કન્યાકુમારી તો ગુજરાતથી લઈને અસમ સુધી મળી રહે મતલબ કે આખા ભારતની સર્વસ્વીકૃત વાનગી છે.હા પણ તેના નામ બધે સરખા નથી, અને ક્યાક તેની બનાવવાની રીત પણ અલગ છે.અહીં સ્વાદિષ્ટ પાણીપુરીની એવી જ રસપ્રદ વાતો, જાણીએ કયા રાજ્યમાં પાણીપુરી કયા નામથી ફેમસ છે.

આપણે પાણીપુરીની લારી પર જુદા -જુદા ફ્લેવરની પાણીપુરી મોજથી આરોગતા હોઈએ છીએ, પરંતુ જાણીએ છીએ કે અન્ય પ્રાંતોમાં આ પાણીપુરીઓ જુદા જુદા નામે ઓળખાય છે, અને તેને બનાવવાની રીત પણ અલગ છે.

પાણીપુરી:

દેશના મોટાભાગના વિસ્તારોમાં તેમજ દુનિયામાં પણ સૌથી વધારે પાણીપુરી નામ ફેમસ છે.. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ અને નેપાળમાં પણ તેને પાણીપુરીના નામે જ ઓળખવામાં આવે છે. જોકે, તેનું નામ ભલે સરખું હોય, પરંતુ તેનો સ્વાદ બધે અલગ-અલગ છે. મુંબઈમાં રગડાવાળી પાણીપુરી મળે છે, જ્યારે મધ્ય પ્રદેશમાં મીઠી આંબલીની ચટણીવાળી પાણીપુરી પળે છે અને તેમાં રગડો ઉમેરાય છે. બેંગલોરમાં પાણીપુરીના મસાલામાં  ડુંગળી પણ ઉમેરવામાં આવે છે.

Untitled 302 જાણો કયા-કયા નામે ફેમસ છે તમારી ફેવરિટ પાણીપુરી....

પકોડી:
ગુજરાતમાં પકોડીના નામથી વધારે ઓળખાય છે પરંતુ હવે લોકબોલીમાં પાણીપુરી શબ્દ સૌથી વધારે પ્રચલિત છે. પકોડી નામ માત્ર ગુજરાતમાં ઉપયોગમાં લેવાય છે. ગુજરાતમાં બટાકા-ચણાની સાથે રગડાવાળી પાણીપુરી કોમન છે. પકોડીમાં ક્યાક સેવ ઉમેરવામાં આવે છે, ક્યાંક ધનિયા ઉમેરાય છે તો કોઈક સ્થળે ઉનાળામાં કાચી કેરીનો પણ ઉપયોગ કરાય છે. તીખી તમતમતી પકોડી ખાવાની મજા જ કઈક અલગ છે.. કેટલાક સ્થળોએ બાફેલા મગની પકોડી મળે છે, પકોડીનું નામ લઈએ અને મોંઢામાં પાણી ન આવે તે કેવી રીતે બને?

Untitled 303 જાણો કયા-કયા નામે ફેમસ છે તમારી ફેવરિટ પાણીપુરી....

ગોલગપ્પા:

ઉત્તર ભારતમાં પાણીપુરી  ગોલગપ્પાના નામથી  ઓળખવામાં આવે છે. હરિયાણા સિવાયના ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પાણીપુરીને ગોલગપ્પા કહેવાય છે. ગોલગપ્પાનો સ્વાદ  અને ફ્લેવર આપણી પકોડી જેવો જ હોય છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં જેમ વડાપાંઉ લોકોની પહેલી પસંદ છે તેમ ઉત્તરમાં ગોલગપ્પા હોંશે હોંશે ખવાય છે. ગોલગપ્પાની દુકાન કે ખૂમચામાં કાયમ તમને ભીડ જોવા મળે. ગોલગપ્પા રગડાના, બટાકાના કે પછી ચણાના હોઈ શકે. તેનાં પાણીમાં મિન્ટ અને ઢગલાબંધ મસાલા હોય છે.  ગોલગપ્પાની પુરી  એકદમ ગોળ નથી હોતી.

Untitled 304 જાણો કયા-કયા નામે ફેમસ છે તમારી ફેવરિટ પાણીપુરી....

પુચકા:
ભારતના પૂર્વ વિસ્તાર જેવા કે પશ્ચિમ બંગાળ અને આસામમાં પણ પાણીપુરી હોંશે હોંશે ખવાય છે અને તેને ‘પુચકા’ના નામથી ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશમાં પણ તે પુચકાના જ નામે ઓળખાય છે. જોકે, ટેસ્ટ અને બનાવટમાં પુચકા પાણીપુરીથી થોડા અલગ છે. પુચકામાં બાફેલા ચણા અને બટાકા હોય છે તેની ચટણી અને પાણી પણ તીખું તમતમતું હોય છે. પરંતુ પુચકાની સાઈઝ પાણીપુરી કરતા મોટી હોય છે, પુચકાનો રંગ ડાર્ક હોય છે. બિહાર અને ઝારખંડમાં પણ તેને પુચકાના નામે જ ઓળખવામાં આવે છે.

Untitled 305 જાણો કયા-કયા નામે ફેમસ છે તમારી ફેવરિટ પાણીપુરી....

ગુપચુપ:
પકોડીનું અન્ય એક નામ ગુપચુપ પણ છે, સાંભળીને આ નામ આપણને હાસ્યાસ્પદ લાગે… ઓડિશા, ઝારખંડનો દક્ષિણ ભાગ, છત્તીસગઢ, હૈદરાબાદ અને તેલંગણામાં તેને ગુપચુપ કહેવાય છે. પાણીપુરીનું નામ ગુપચુપ કેમ પડ્યું તેની વાર્તા રસપ્રદ છે. તેને ખાઓ ત્યારે મોઢામાં પૂરી તૂટે છે અને આખા મોઢામાં પાણી ફેલાઈ જાય છે અને તેને ચાવતી વખતે ગુચપુચ એવો અવાજ આવે છે જેના કારણે તેને ગુપચુપ કહેવાય છે. મોટાભાગે તેને બાફેલા ચણાથી બનાવાય છે. તેમાં ડુંગળી પણ ઉમેરવામાં આવે છે.

Untitled 306 જાણો કયા-કયા નામે ફેમસ છે તમારી ફેવરિટ પાણીપુરી....