રેસીપી/ આ રીતે બનાવો ફટાફટ હેલ્ધી અજમાના સ્વાદિષ્ટ પરાઠા

શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે સવારમાં હાથ પણ કામ નથી કરતા અને આવી સ્થિતિમાં ગરમાગરમ નાસ્તો બનાવવો મુશ્કેલ છે, તેથી જ મોટાભાગની મહિલાઓ એવી રેસિપી શોધતી હોય છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય અને ઓછા સમયમાં બનાવીને ખાઈ શકાય, તો તમે ઘરે જ અજમાના પરાઠા બનાવી શકો છો

Health & Fitness Lifestyle
1111 આ રીતે બનાવો ફટાફટ હેલ્ધી અજમાના સ્વાદિષ્ટ પરાઠા

શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે સવારમાં હાથ પણ કામ નથી કરતા અને આવી સ્થિતિમાં ગરમાગરમ નાસ્તો બનાવવો મુશ્કેલ છે. તેથી જ મોટાભાગની મહિલાઓ એવી રેસિપી શોધતી હોય છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય અને ઓછા સમયમાં બનાવીને ખાઈ શકાય. તો તમે ઘરે જ અજમાના પરાઠા બનાવી શકો છો. અજમાના પરાઠા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તે ખૂબ જ હેલ્ધી પણ હોય છે.

સામગ્રી 

 11/2 કપ લોટ

4 ચમચી અજમો

2/3 લીલા મરચા જીણા સમારેલા

1 ટેબલસ્પૂન કોથમીર જીણી સમારેલી અને સ્વાદ માટે મીઠું

રીત

સૌપ્રથમ ઘઉંના લોટને ચાળણીથી ચાળી લો. હવે લોટમાં અજમો અને કોથમીરને ઉમેરો. લોટમાં પાણી ઉમેરીને મસળી લો. પાણીની જગ્યાએ તમે દહીં પણ ઉમેરીને કણક ભેળવી શકો છો. તેનાથી કણક એકદમ નરમ બને છે. લોટ બાંધ્યા પછી તેની ઉપર લીલા મરચા મિક્સ કરો. કણક ભેળતી વખતે ક્યારેય લીલા મરચા ના ઉમેરવા નહિ તો તેનાથી તમારા હાથમાં બળતરા થશે. આ પછી 10 મિનિટ સુધી કણકને ઢાંકીને રાખો. પછી તમે તેમાંથી પરાઠા બનાવી શકો છો. જો તમે લોટ ભેળતી વખતે તેમાં મીઠું નાખો છો તો તમે તેને ચા વગર પણ ખાઈ શકો છો.