Health Fact/ જાણો ગોરસ આંબલી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

તમે ક્યારે ગોરસ આંબલીનું નામ સાંભળ્યું છે? તે કોઈ મીઠાઈ નથી પરંતુ વૃક્ષ પર થતું જલેબી જેવુ ગોળ ફળ છે, જેનો આકાર જલેબી જેવો હોય છે. સામાન્ય રીતે આ વૃક્ષ જંગલોમાં જોવા મળે છે અને ઘણા લોકોએ આ વૃક્ષની જોયું પણ હશે. ગોરસ આંબલીમાં અનેક ઔષધીય ગુણ હોય છે. તે ખૂબ જ ફાયદાકારક હોય છે […]

Health & Fitness Lifestyle
1 19 જાણો ગોરસ આંબલી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

તમે ક્યારે ગોરસ આંબલીનું નામ સાંભળ્યું છે? તે કોઈ મીઠાઈ નથી પરંતુ વૃક્ષ પર થતું જલેબી જેવુ ગોળ ફળ છે, જેનો આકાર જલેબી જેવો હોય છે. સામાન્ય રીતે આ વૃક્ષ જંગલોમાં જોવા મળે છે અને ઘણા લોકોએ આ વૃક્ષની જોયું પણ હશે. ગોરસ આંબલીમાં અનેક ઔષધીય ગુણ હોય છે. તે ખૂબ જ ફાયદાકારક હોય છે અને અનેક વિસ્તારોમાં તો આ ફળને ખૂબ જ ખાવામાં આવે છે અને માર્કેટમાં વેચવામાં પણ આવે છે. ઘણી જગ્યાઓ એવી પણ છે જેમાં તેના ઔષધિય ગુણો વિશે ખબર ના હોવાથી અનેક લોકો આ ઔષધીય ગુણ વાળા ફળનો લાભ નથી ઉઠાવતા. આ ફળ એપ્રિલથી જૂનના ઋતુમાં આવે છે.

2 જાણો ગોરસ આંબલી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

તમને જણાવી દઈએ તો ગોરસ આંબલીમાં અંદરનું ફળ સફેદ કલરનું હોય છે. તેનો આકાર આમલી જેવું હોય છે. પરંતુ તે ફળ પાકી ગયા પછી તે લાલ થઇ જાય છે. આ ફળનો સ્વાદ ખાટો મીઠો હોય છે. અલગ અલગ જગ્યાએ લોકો તેને જુદા જુદા નામથી જાણે છે. જેમકે વિલાયતી આંબલી, ગંગા જલેબી, મીઠી આંબલી વગેરે. આજે તમને જણાવીશું આ ગોરસ આમલીના સ્વાસ્થ્ય લાભ.

 

કેન્સરથી બચાવે છે આ દેશી ફળ
બની શકે કે તમને આ વાતમાં વિશ્વાસ ના કરો પરંતુ Journal of Pharmacognosy And Phytochemistry માં છાપેલી એક રિપોર્ટ અનુસાર, ગોરસ આમલીનાં ફળમાં કેન્સર-રોધી સુધી ગુણ જોવા મળ્યા છે. તેથી જો આ ફળનું સેવન કરવામાં આવે તો કેન્સર કોશિકાઓની વધવાની ગતિ રોકાઈ જાય છે. જો કોઈ વ્યક્તિને કેન્સર ના હોય તો તેને કેન્સર થવાની શક્યતા પણ ઘટી જાય છે. કારણ કે આ ફળોમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ કેન્સર કોશિકાઓને વધવાથી રોકે છે.

3 1 જાણો ગોરસ આંબલી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

ડાયાબીટીસ રોગ માટે ખૂબ જ ફાયદાકારક
ગોરસ આંબલીને ડાયાબિટીસનાં રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં અનેક એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને લાભ આપે છે. ટાઇપ-૨ ડાયાબિટીસનાં દર્દીઓ માટે ગોરસ આમલીના ફળનું સેવન અને તેનો જ્યુસ ખૂબ જ લાભદાયક છે. ઘણા બધા વૈદ્ય અને જૂના લોકો માને છે કે ડાયાબિટીસનાં રોગીને જો એક મહિનો સળંગ ગોરસ આમલીનું સેવન કરે તો તેમને તે રોગમાંથી છુટકારો મળી શકે છે.