પ્રહાર/ નવજોત સિદ્વુ પર ભડકયા ભાજપના સાંસદ ગૌતમ ગંભીર જાણો શું કહ્યું…

સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાનો મોટો ભાઈ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ઈમરાને તેમને ઘણો પ્રેમ આપ્યો છે

Top Stories India
SINDHU 1 નવજોત સિદ્વુ પર ભડકયા ભાજપના સાંસદ ગૌતમ ગંભીર જાણો શું કહ્યું...

પાકિસ્તાન ગયેલા પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર વિવાદમાં છે. સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાનો મોટો ભાઈ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ઈમરાને તેને ઘણો પ્રેમ આપ્યો છે. સિદ્ધુનું આ નિવેદન ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચતા જ તેના પર રાજકારણ શરૂ થઈ ગયું છે.

આ અંગે પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે આકરી ટીપ્પણી કરી છે. ગૌતમ ગંભીરે લખ્યું કે તમારા પુત્ર કે પુત્રીને બોર્ડર પર મોકલો અને પછી આતંકવાદી દેશના વડાને મોટો ભાઈ કહો. ગંભીરે કહ્યું કે ભારત 70 વર્ષથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે લડી રહ્યું છે અને સિદ્ધુ દ્વારા “આતંકવાદી દેશના વડાપ્રધાન”ને તેનો મોટો ભાઈ કહેવો તે શરમજનક છે.

પૂર્વ દિલ્હીના લોકસભા સાંસદ ગંભીરે વધુમાં કહ્યું કે શું સિદ્ધુને યાદ છે કે છેલ્લા એક મહિનામાં પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીરમાં આપણા 40 થી વધુ નાગરિકો અને જવાનોની હત્યા કરી છે? અગાઉ 2018 માં, પાડોશી દેશની મુલાકાત દરમિયાન, તેણે પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ જનરલ બાજવાને ગળે લગાવીને વિવાદ સર્જ્યો હતો.

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે સિદ્ધુએ ફરી એકવાર પાકિસ્તાન પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. તેઓ હંમેશા પાકિસ્તાનના વખાણ કરતા રહે છે. પાત્રાએ કહ્યું કે આ કોંગ્રેસનું સુનિયોજિત કાવતરું છે.