U19 World Cup/ ટીમ ઈન્ડિયાની પાંચમી વર્લ્ડ કપ જીત બાદ જાણો શું કહે છે કેપ્ટન ધુલ

દિલ્હીનો યશ ધુલ ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ જીતનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો છે. ધુલની કપ્તાનીમાં ભારતની યુવા ટીમે શનિવારે રાત્રે એન્ટિગુઆનાં સર વિવિયન રિચર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવીને પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.

Sports
1 2022 02 06T081041.385 ટીમ ઈન્ડિયાની પાંચમી વર્લ્ડ કપ જીત બાદ જાણો શું કહે છે કેપ્ટન ધુલ

દિલ્હીનો યશ ધુલ ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ જીતનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો છે. ધુલની કપ્તાનીમાં ભારતની યુવા ટીમે શનિવારે રાત્રે એન્ટિગુઆનાં સર વિવિયન રિચર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવીને પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.

આ પણ વાંચો – પાંચમીવાર ચેમ્પિયન / ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવી અંડર-19 વર્લ્ડ કપ જીત્યો

અગાઉ, ભારતે 2000માં મોહમ્મદ કૈફની કપ્તાનીમાં, 2008માં વિરાટ કોહલીની કપ્તાનીમાં, 2012માં ઉન્મુક્ત ચંદની કપ્તાનીમાં અને 2018માં પૃથ્વી શૉની કપ્તાની હેઠળ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ 5 ભારતીય કેપ્ટનોમાંથી 3 દિલ્હીનાં છે, જેમાં ધુલ સિવાય વિરાટ કોહલી અને ઉન્મુક્ત ચંદનો સમાવેશ થાય છે. ટાઈટલ પંચ માર્યા બાદ કેપ્ટન યશ ધુલે કહ્યું કે, તેને તેના ખેલાડીઓમાં ઘણો વિશ્વાસ છે. તેણે એમ પણ કહ્યું કે તે ભાગ્યશાળી છે કે તેની સાથે ઘણા મહાન કોચ જોડાયેલા છે. જ્યારે યશ ધુલની ટીમ અંડર-19 વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી રહી હતી, ‘ચક દે ઈન્ડિયા..; ગીત વાગી રહ્યું હતું. ધુલે મેચ બાદ કહ્યું, ‘મારા માટે આ ગર્વની ક્ષણ છે. ભારત માટે આ ટ્રોફી જીતવી ખાસ રહી છે. અમે બધા ખેલાડીઓ અને કોચે અમારા કેમ્પમાં સારું વાતાવરણ બનાવ્યું હતું. અમે આજે ઠંડા દિમાગથી રમી રહ્યા હતા અને અમને અમારા ખેલાડીઓમાં ઘણો વિશ્વાસ છે. આજની મેચમાં ઈંગ્લેન્ડે સારી વાપસી કરી હતી પરંતુ નિશાંત સિંધુ અને રાશિદે ખૂબ જ સારી બેટિંગ કરી હતી. અમે નસીબદાર હતા કે અમારી પાસે આવા મહાન કોચ હતા, જેમાં હૃષિકેશ કાનિટકર, સાઈરાજ બહુલે અને વીવીએસ લક્ષ્મણ જેવા ખેલાડીઓ સામેલ હતા.

આ પણ વાંચો – U19 World Cup / ફાઈનલમાં જીત બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માલામાલ, BCCI કરી મોટી જાહેરાત

ફાઈનલમાં હાર બાદ ઈંગ્લેન્ડનો કેપ્ટન ટોમ પર્સ્ટ ઘણો નિરાશ દેખાયો. જોકે તેણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. પર્સ્ટે કહ્યું, ‘અમે ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જોકે અમે સારી શરૂઆત કરી શક્યા નહી. જેમ્સ રૂએ આજે ​​શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ કમનસીબે તે સદી ફટકારી શક્યો નહોતો. અમારી પાસે શાનદાર બોલિંગ આક્રમણ છે અને અમને લાગ્યું કે અમે આ સ્કોરનો બચાવ કરી શકીશું. આ ટૂર્નામેન્ટ શાનદાર રહી છે. અમે અમારી ઉંમરનાં સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓનો સામનો કર્યો છે, જેમાંથી અમે ઘણું શીખ્યા છીએ.