નવું ફીચર/ ગુગલનું નવું ફીચર કેવું છે અને તમને કેટલું ઉપયોગી નિવડશે જાણો

ગૂગલ મેપ્સ રસ્તા શોધવા, ક્યાં અને કયા રૂટ પર ટ્રાફિક છે તેની માહિતી પણ અમુક કિસ્સામાં  આપે છે. તેથી લોકો ડ્રાઇવિંગ કરતી વખતે ગૂગલ મેપ્સ પસંદ કરે છે

Tech & Auto
google ગુગલનું નવું ફીચર કેવું છે અને તમને કેટલું ઉપયોગી નિવડશે જાણો

ગુગલે જીવને વધુ સરળ બનાવી દીધું છે કોઇપણ બાબતની માહિતી મળી શકે છે હવે નવો ફીચર પણ લઇને આવ્યો છે જે બધા માટે ઉપયોગી સાબિત થશે .ગુગલ મેપ્સ ઘણીવાર મુસાફરીને સરળ અને વધુ આરામદાયક બનાવે છે. ગૂગલ મેપ્સ રસ્તા શોધવા, ક્યાં અને કયા રૂટ પર ટ્રાફિક છે તેની માહિતી પણ અમુક કિસ્સામાં  આપે છે. તેથી લોકો ડ્રાઇવિંગ કરતી વખતે ગૂગલ મેપ્સ પસંદ કરે છે. હવે વપરાશકર્તાઓની સુવિધા વધારવા માટે, આગામી મહિનાઓમાં ગૂગલ મેપ્સનું નવું અપડેટ આવવાનું છે, જેમાં નવું ફિચર તમને રસ્તામાં આવતા ટોલ્સની કિંમત પણ જણાવશે. આ અપડેટ તમને મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરી દરમિયાન કેટલો ટોલ ટેક્સ ચૂકવવો પડશે તે પણ જણાવશે.

કંપની હાલમાં આ સુવિધા પર કામ કરી રહી છે. ગૂગલ મેપ્સ પહેલાથી જ દેશના માર્ગ પરના ટોલનાકા જાણે છે અને તે દર્શાવે પણ છે. આ પહેલાની સુવિધામાં ઉમેરો કરતા કંપનીએ તેને અપડેટ કરવાનું અને વપરાશકર્તાઓને અંદાજિત ટોલ ટેક્સની કિંમત આપવાનું શરૂ કર્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, કંપની ગૂગલ મેપ્સમાં એક ફીચર રજૂ કરી રહી છે, જે તમારા દરેક પ્રવાસ માટે ટોલ ચાર્જની માહિતી આપશે. આ વપરાશકર્તાનો સમય બચાવવામાં મદદ કરશે. જોકે, હાલ પૂરતું આ વર્જન શરૂઆતના તબક્કમાં છે. ગૂગલે આ ફીચર ક્યારે યૂઝર્સ માટે બહાર પાડવામાં આવશે તે અંગે કોઈ માહિતી આપી નથી.

રિપોર્ટ્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે , ગૂગલ મેપ્સનું આ ફીચર યુઝર્સને તમામ ટોલના લોકેશન અને તેમના ચાર્જ વિશે માહિતી આપશે. આ ઉપરાંત, ગૂગલ દ્વારા યાદી જાહેર કરવામાં આવશે.