Ayodhya Ram Mandir News/ જાણો કોણ છે 2 ગુજરાતીઓ જેમણે કર્યું માતબર રકમનું દાન!

દેશભરમાંથી લોકો ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ખોબો ભરીને દાન કરી રહ્યા છે તેમજ બીજી બાજુ લોકોને આમંત્રણ પત્રિકાઓ પણ વહેંચવામાં આવી રહી છે.

India Top Stories
દાન

Ayodhya News: રામ મંદિરના નિર્માણ માટે લોકો ઠલવાય એટલું દાન કરી રહ્યાં છે. ભગવાન રામની પ્રાણ – પ્રતિષ્ઠાના દિવસો ખૂબ નજીક છે ત્યારે મંદિરમાં દાન કરનારાઓની સંખ્યામાં ગુજરાતીઓ ટોચ પર રહ્યાં છે.

દેશભરમાંથી લોકો ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ખોબો ભરીને દાન કરી રહ્યા છે તેમજ બીજી બાજુ લોકોને આમંત્રણ પત્રિકાઓ પણ વહેંચવામાં આવી રહી છે. જેમાં આ બે ગુજરાતી દાનવીરો મંદિરમાં દાન કરવામાં ટોચ પર રહ્યાં છે. હીરા ઉદ્યોગ વેપારી ગોવિંદભાઈ ધોળકિયા અને મોરારી બાપુ.

રામ મંદિર ટ્રસ્ટે 900 કરોડ રૂપિયા દાન મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પણ ગત મહિને જ રૂપિયા 5000 કરોડ કરતાં પણ વધુનું દાન ટ્રસ્ટને મળી ગયું છે. સમગ્ર દેશમાંથી દાન એકઠું કરવાની શરૂઆત 14 જાન્યુઆરી, 2021ના રોજથી કરાઈ હતી. તેમાં સૌ પ્રથમ દાન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રૂ. 5 લાખનો ચેક આપ્યો હતો. ગુજરાતમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂ. 5 લાખ દાનમાં આપ્યા હતા. તો બીજી બાજુ લવજી બાદશાહે રૂ. 1 કરોડનું દાન કર્યું છે.

મોરારીબાપુએ રામ મંદિર માટે રૂપિયા 11 કરોડ જેટલું દાન પેટે આપ્યા હતા,અને તેમના અનુયાયીઓ દ્વારા અંદાજે 7 કરોડ રૂપિયાનું દાન વિદેશમાંથી એકઠું કરાયું હતું. સાથે હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રૂપિયા 11 કરોડનું દાન આપ્યું છે.

અયોધ્યા રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે સમગ્ર દેશમાંથી રામ મંદિરના ભવ્ય નિર્માણ કાર્યમાં રૂપિયા 25 લાખ કે તેનાથી વધુનું દાન આપનાર દાતાઓને જ આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યા છે.

—-રામ મંદિર પ્રાણ – પ્રતિષ્ઠામાં સત્તાવાર આમંત્રણ મેળવનાર દાનવીરો:
ગોવિંદભાઇ ધોળકિયા – શ્રીરામકૃષ્ણ એક્ષ્પોઠર્ટ દાન રૂ.11 કરોડ
જયંતિભાઇ કબૂતરવાલા – કલરટેક્ષ ગ્રુપ દાન રૂ.5 કરોડ
સવજીભાઇ ધોળકિયા – શ્રીહરી કૃષ્ણએક્ષ્પોૂર્ટ
લવજીભાઇ બાદશાહ – ઉદ્યોગપતિ રિયલ એસ્ટેટ
ઘનશ્યામભાઇ શંકર – હીરા ઉદ્યોગપતિ
સંજયભાઇ સરાવગી – ટેક્સટાઈલ ઉદ્યોગપતિ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: