IPL 2021/ ટૂર્નામેન્ટમાં કોણ છે સૌથી આગળ, કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ, જાણો

ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. જેમા બેટ્સમેનોએ છક્કા અને બોલરોએ વિકેટનો વરસાદ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે 221 રનનો લક્ષ્યાંક આપ્યો હતો….

Sports
123 77 ટૂર્નામેન્ટમાં કોણ છે સૌથી આગળ, કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ, જાણો

ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. જેમા બેટ્સમેનોએ છક્કા અને બોલરોએ વિકેટનો વરસાદ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે 221 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં કેકેઆરની ટીમ 202 નાં સ્કોર સુધી જ પહોંચવામાં સફળ રહી હતી અને સીએસકેએ 18 રને મેચ જીતી લીધી હતી. તો ચાલો અમે તમને જણાવીએ કે આ આકર્ષક મેચ બાદ ઓરેન્જ-પર્પલ કેપમાં શું ફેરફાર થયો.

IPL 2021 / નિકોલસ પૂરણે બનાવ્યો શરમજનક રેકોર્ડ, ટૂર્નામેન્ટમાં 3 વખત શૂન્ય પર આઉટ, થયો ટ્રોલ

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત સારી રહી છે અને કેટલીક મેચો નખ ચાવી લઇએ તેવી સાબિત થઇ છે. આ સાથે, સમય થયો છે કે અમે તમને આઈપીએલ પોઇન્ટ ટેબલ અને ઓરેન્જ અને પર્પલ કેપ હોલ્ડરો વિશે જણાવીશું કારણ કે તમામ ટીમોએ શરૂઆત કરી દીધી છે અને અહીંથી દરેક મેચ સાથે સ્પર્ધા વધુ સખત બનશે. આઈપીએલમાં પોઇન્ટ ટેબલ વિશે વાત કરીએ તો સીઝનની પહેલી મેચ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે જે રીતે સતત ત્રણ મેચ જીતી છે તે પોઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર પહોંચી ગઈ છે. તે તાજેતરની મેચમાં કેકેઆરને 18 રને હરાવવામાં સફળ રહી હતી. આરસીબી અને દિલ્હી કેપિટલ્સની ટીમોનાં 6-6 પોઇન્ટ છે. અહીં નેટ રન રેટ મુખ્ય ભૂમિકા ભજવે છે, જેના આધારે ટીમોનો ક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

123 75 ટૂર્નામેન્ટમાં કોણ છે સૌથી આગળ, કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ, જાણો

પંજાબની ટીમ વિરુદ્ધ શાનદાર ઇનિગ્સ રમનાર ધવન નંબર વન બેટ્સમેન છે જેણે 4 મેચમાં 231 રન બનાવ્યા છે. મેક્સવેલે સમાન મેચોમાં 176 રન બનાવ્યા છે. પંજાબ સામે અણનમ 63 રન બનાવનાર જોની બેયરસ્ટો ત્રીજા નંબરે આવ્યો છે.

કોરોના સંક્રમિત / એમ.એસ. ધોનીના માતા-પિતા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં કરાયા દાખલ

123 76 ટૂર્નામેન્ટમાં કોણ છે સૌથી આગળ, કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ, જાણો

ચાલો હવે પર્પલ કેપ વિશે વાત કરીએ જે સ્પર્ધામાં સૌથી વધુ વિકેટ લેનારને મળે છે. અહીં હર્ષલ પટેલ નંબર વન પર છે. તેણે 3 મેચમાં 9 વિકેટ ઝડપી છે. દિપક ચહરે હવે ચાર મેચમાં 8 વિકેટ ઝડપી છે. તેઓ બીજા સ્થાને છે. સતત સારી બોલિંગ કરી રહેલો આવેશ ત્રીજા નંબરે છે જેણે 8 વિકેટ લીધી છે. રાહુલ ચહરે 8 વિકેટ પણ લઇ ચુક્યો છે.

IPL 2021 / રસલ-કમિન્સની તોફાની બેટિંગ પણ KKR ને હારથી ન બચાવી શકી, ધોની બ્રિગેડે લગાવી જીતની હેટ્રિક

123 73 ટૂર્નામેન્ટમાં કોણ છે સૌથી આગળ, કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ, જાણો

આઈપીએલની 14 મી સીઝનની આજે 16 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) નો મુકાબલો મુંબઇમાં રાજસ્થાન રોયલ્સ (આરઆર) સાથે થશે. ત્રણ મેચમાં ત્રણ જીત સાથે એક આત્મવિશ્વાસથી પૂર્ણ બેગલુરું ટીમ પોતાના આ અભિયાનને આગળ વધારવા આજે મેદાને ઉતરશે. મેચ સાંજે 7.30 વાગ્યે મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ પર શરૂ થશે. બંને ટીમોએ વિરુદ્ધ શૈલીમાં પોતાનું અભિયાન શરૂ કર્યું હતું. મનોબળ વધારવા માટે આરસીબીએ સતત ત્રણ જીત નોંધાવી છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમે ટુર્નામેન્ટની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને બાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવ્યુ છે. બીજી તરફ, રોયલ્સ તેમની ત્રણ મેચમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની હાર બાદ સંજુ સેમસનની ટીમ સાતમાં સ્થાને આવી ગઈ છે અને હવે તેઓ તેમની બીજી જીતની રાહ જોઇ રહ્યા છે.

Untitled 39 ટૂર્નામેન્ટમાં કોણ છે સૌથી આગળ, કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ, જાણો