લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું છે. LSGની આ સિઝનની પાંચમી જીત છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગઈ છે.
મંગળવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં લખનઉએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. લખનઉએ 211 રનનો ટાર્ગેટ 19.3 ઓવરમાં 4 વિકેટે ચેઝ કરી લીધો હતો.
માર્કસ સ્ટોઇનિસે 63 બોલમાં અણનમ 124 રનની સદી ફટકારી હતી. તેણે 13 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પૂરને 15 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. મથિશ પથિરાનાને બે વિકેટ મળી હતી.
CSK તરફથી ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. શિવમ દુબેએ 27 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. મેટ હેનરી અને મોહસીન ખાનને એક-એક વિકેટ મળી હતી.
ખાસ કરીને મોઈન અલી અને તુષાર દેશપાંડે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણા મોંઘા સાબિત થયા. CSK તરફથી મતિશા પથિરાનાએ 2 વિકેટ લીધી હતી. તેના સિવાય દીપક ચહર અને મુસ્તાફિઝુર રહેમાને પણ 1-1 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર પણ કંઈ ખાસ ન બતાવી શક્યો, જેણે માત્ર 3 ઓવરમાં 42 રન આપી દીધા. ચેન્નાઈના બોલરો એટલી ખરાબ રીતે પરાજિત થયા કે તેમણે છેલ્લા 27 બોલમાં 86 રન આપ્યા.
આ પણ વાંચો:હાર્દિક પંડ્યા બન્યો બેશરમ! વિકેટ ન મળતાં ખામીઓ છુપાવતો જોવા મળ્યો
આ પણ વાંચો:17 વર્ષના ડી ગુકેશે રચ્યો ઈતિહાસ… ચેસમાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
આ પણ વાંચો:યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો એકમાત્ર ક્રિકેટર