Election/ બિનહરિફ ચૂંટણી: લોકોનાં મતાધિકાર છીનવનારૂ શસ્ત્ર

આ વિજયએ ઉજવણીનો નહિ પણ શરમજનક ઘટના અને લોકશાહીનું ચીરહરણ કરનારી ઘટના છે

Trending
himmat thhakar બિનહરિફ ચૂંટણી: લોકોનાં મતાધિકાર છીનવનારૂ શસ્ત્ર

મહાનગરોની ચૂંટણીનો રાઉન્ડ પૂર્ણ થયો. જ્યારે નગર પાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મતદાન ૨૮મીએ છે હવે ૩૧ જિલ્લા પંચાયતો ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાઓની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ટાએ છે હવે ભૂતકાળમાં કોઈ ચૂંટણી સમયે નહોતું તેવું એક નવું તત્વ આ ચૂંટણીમાં જાેવા મળ્યુે છે ગ્રામ પંચાયતમાં તો સમરસના નામે બિનહરિફ ચૂંટણીના ખેલ ખેલાયા જ છે જ્યારે આ વખતે ગ્રામ્ય કક્ષાની અને નગર કક્ષાની ચૂંટણીમાં પણ બિનહરિફનો ખેલ વધુ પડતો ખેલાઈ ગયો છે છ મહાનગરોની ૫૭૬ બેઠકોમાંથી તો માત્ર એક જ બેઠક બિનહરિફ થઈ છે. બાકીની બેઠકોની ચૂંટણી યોજાઈ છે પણ જિલ્લા પંચાયતોની ૨૪, તાલુકા પંચાયતોની ૧૧૦ અને નગરપાલિકાની ૯૫ જેટલી બેઠકો મળી કુલ ૨૨૯ બેઠકો બિનહરિફ થઈ છે. કડી નગરપાલિકાની ૩૬માંથી ૨૧ અને ઉના નગરપાલિકાની ૩૬માંથી ૨૬ બેઠકો બિનહરિફ થઈ છે. તો કચ્છની ભૂજ નગરપાલિકાના વોર્ડ નં.૯ની તમામ ચાર બેઠકો બીનહરિફ થઈ છે. બિનહરિફ ચૂંટણીનો લાભ માત્રને માત્ર સત્તાધારી પક્ષને જ મળ્યો છે. આ શું સુચવે છે ? ચૂંટણી પહેલા કે મતદારોને પોતાના યોગ્ય પ્રતિનિધિને ચૂંટવાનો મોકો ન મળે તે શું સુચવે છે.

Election: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, 200 કોંગ્રેસનાં કાર્યકરો ભાજપમાં જોડાયા

જ્યારે જિલ્લા પંચાયતોની ૨૪ અને તાલુકા પંચાયતોની ૧૧૦ બેઠકો બિનહરિફ થઈ છે અને આ તમામ બેઠકો ભાજપના ફાળે જ આવી છે તેનો શું અર્થ સમજવો ? બિનહરિફ ચૂંટણી માટે ઘણા કારણો છે. અમુક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ વિવિધ કારણોસર રજ થવાના કારણે બેઠકો બિનહરિફ થઈ છે તો ભૂજ નગરપાલિકામાં તો વોર્ડ નં.૯માં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી ણેદવારી પત્ર જ ન ભર્યા અને જે એક કોંગ્રેસી ઉમેદવારો ફોર્મ ભરેલું તે રદ થવાના કારણે આખી પેનલ બિનહરિફ થઈ ૩૧ પૈકી ૩ જિલ્લા પંચાયતો દાહોદ પંચમહાલ અને ડાંગમાં તો ૩થી વધુ ઉમેદવારો બીનહરીફ ચૂંટાયા છે બોટાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૧૮ ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા છે પરંતુ ત્યાં સાત બેઠકો પર કોઈ અન્ય ઉમેદવાર મેદાનમાં ન રહેતા ચૂંટણી બીનહરિફ થઈ છે.

Election: બાયડ પાલિકા અને તાલુકા જિલ્લાની ચૂંટણી પ્રચારમાં શિક્ષકો જોડાયા

ફોર્મ રદ થવાનું કારણ ટેકનીકલ ભૂલ દર્શાવાય છે પરંતુ દેશની સૌથી જૂની પાર્ટી એવું કોઈ તંત્ર જ નથી કે જેના કારણે ફોર્મમાં ભૂલ રહી જાય. આમા જેના ફોર્મ રદ થયા છે તે પક્ષ અને ઉમેદવારની ભૂલ તો છે જ પરંતુ બીજી વાત એ છે કે ફોર્મ ચકાસતા અધિકારીએ ફોર્મની ભૂલ ફોર્મ સ્વીકારતી વખતે કેમ ચલાવી લીધી ? તેની પાછળ શું ગણીત હતું. સામાન્ય રીતે પ્રોવીડન્ડ ફંડ કે અન્ય કોઈ કાર્યવાહી માટે આપણે ફોર્મ ભરીએ ત્યારે એવી સીસ્ટમ છે કે ક્વેરી કાઢી ભૂલો સુધારવા ફોર્મ પાછુ મોકલે છે. ક્લેઈમ રદ કરતા નથી. ભૂલ સુધારવાની તક આપે છે. આમા સામાન્ય અટકમાં ફેરફારના કારણે જ ફોર્મ રદ થયા છે તે બાબતમાં આ ભૂલ સુધારવાની તક અપાઈ હતી.

Political / TMC એ મમતાને બતાવ્યા બંગાળની દિકરી, આ નારા સાથે BJP પર કર્યો પ્રહાર

કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવાર કાં તો ફોર્મ ભરવા ન જાય, અગર તો છેલ્લી ઘડીએ ગમે તે કારણોસર ફોર્મ પાછું ખેંચે તો તે માટે દબાણ, સગાવાદ જ્ઞાતિનું દબાણ અને આર્થિક વ્યવહાર સહિત અનેક પાસાઓ કામ કરી ગયેલા હોય છે. આને રાજકારણની ભાષામાં બીકાઉ માલ કહેવાય છે. સત્તાધારી પક્ષ તો ગત ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં મળેલી નિષ્ફળતાને સફળતામાં સરભર કરવા અનેક પ્રકારના ખેલ ખેલવાનો જ છે. પરંતુ વિરોધપક્ષ પોતાના ઉમેદવારની પસંદગી વખતે આવો ‘બીકાઉ’ માલને કેમ ઓળખી શકતો નથી ? આ સૌથી મોટો સવાલ છે.

Toolkit Case / દિશા રવિની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, આગામી ચુકાદો 23મીએ

હવે ટેકનીકલ કારણોસર ફોર્મ રદ થવાની શક્યતા દર્શાવી એક ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર પાસે ફોર્મ માન્ય રાખવા લાંચ માગી અને લાંચ પૈકીની રકમનો ત્રીજાે ભાગ એટલે કે ૧ લાખ રૂપિયા સ્વીકારતા તે ઝડપાઈ ગયો છે. આ તો કોંગ્રેસના મહિલા ઉમેદવારે એસીબીને ફરિયાદ કરી એટલે આ વિગતો બહાર આવી. આનઆથી ઘણા વિશ્લેષકો કહે છે કે આમા એક કિસ્સો બહાર આવ્યો. આવા તો અનેક બનાવો બન્યા હશે કે જેમાં કોઈ અધિકારીએ લાંચ લઈને સરકારના કે કોઈ પ્રધાન કે ધારાસભ્યના દબાણ હેઠળ ફોર્મ રદ કર્યા હોય. આ વાત લોકશાહી માટેની શરમજનક ઘટના છે.

Election / ભાજપે અસંખ્ય બાગીઓને પાણીચું પકડાવ્યું, 12 કાર્યકર્તાને સસ્પેન્ડ કરાતા ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય ભૂકંપ

જ્યારે અત્યારે ગુજરાતના બુધ્ધીશાળી લોકો (જેમાં શાસક કે વિપક્ષના આગેવાનોનો સમાવેશ કરવો કે નહિ તે સો વાર વિચારવું પડે તેમ છે.) અને વિશ્લેષકો કહે છે કે જે બીનહરિફ બેઠકો થઈ તે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કે નગરપાલિકાની છે તે વોર્ડ કે બેઠકોના હજારો મતદારોને પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવાનો મોકો ન મળ્યો ૨૪ જિલ્લા પંચાયતોની બેઠકો પર એક બેઠકના ૪૦ હજાર મતદારોની એવરેજ મૂકીએ તો ૯૬૦ હજાર એટલે કે ૯ લાખ ૬૦ હજારથી વધુ મતદારોનો મતાધિકાર છીનવાઈ ગયો છે. જ્યારે તાલુકા પંચાયતોમાં અને નગરપાલિકાઓની જે બેઠકો બિનહરિફ થઈ તે તમામનો સરવાળો કરીએ તો લાખો મતદારોનો મતાધિકારનો હક્ક છીનવાઈ ગયો છે. કડી અને ઉના નગરપાલિકામાં વગર ચૂંટણીએ સત્તા મળ્યાનું ગૌરવ ભાજપના આગેવાનો અનુભવે છે પણ તે લોકોએ ત્યાં લોકશાહી માર્ગે લોકોના ચૂકાદાથી સત્તા મેળવી છે તેવું કહી શકાય ખરું ? શાસક પક્ષ દ્વારા દાદાગીરી સત્તા ઉપયોગ કે દુરૂપયોગના આક્ષેપો થયા જ છે પરંતુ શાસક પક્ષના વલણ વિપક્ષની નિષ્કાળજી કે બેદરકારીની સજા રૂપે તેઓએ કોઈ થયું નથી પરંતુ હજારો લોકોનો મતદાન કરવાનો અધિકાર તો છીનવાઈ જ ગયો છે ભૂલ ભલે ગમે તેની હોય પરંતુ ગુજરાતમાં ઠેર ઠેર સર્જાયેલી આ ઘટના લોકશાહીનું હનન કે ચીરહરણ નથી તો બીજું શું છે ?

Toolkit Case / દિશા રવિને કેમ ન મળવી જોઇએ જામીન? જાણો દિલ્હી પોલીસે કોર્ટમાં શું આપ્યો જવાબ

ઘણા વિશ્લેષકો કહે છે કે બિનહરિફ બેઠકો તો ભૂતકાળમાં પણ થઈ છે પરંતુ આટલી મોટી સંખ્યામાં આવા બનાવ ક્યારેય બન્યા નથી. આ લોકોનો ચૂકાદા લેવાથી દૂર ભાગવાનું સત્તાઘારી પક્ષનું વલણ નથી તો બીજું શું છે ? લોકશાહીના મૂલ્યોના જતન અંગે આવા ખેલ ખેલવાનો કોઈ પક્ષને અધિકાર છે ખરો ? બીજુ બધુ તો ઠીક પણ લોકોનો મતાધિકાર છીનવતા શસ્ત્રનો વિપક્ષ કાનૂની રીતે પણ સામનો કરી શક્યો નથી તે પણ વરવી વાસ્તવિકતા નથી તો બીજું શું છે ?

એડવોકેટ હિમાંશુ ઠક્કર 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ