Miss Universe/ જાણો કોણ છે મિસ યુનિવર્સનો તાજ પહેરનાર એન્ડ્રીયા મેઝા?

મિસ મેક્સિકો એન્ડ્રીયા મેઝાએ આંતરરાષ્ટ્રીય બ્યુટી કોન્ટેસ્ટ મિસ યુનિવર્સ 2020 નો ખિતાબ જીતી લીધો છે. 69 માં મિસ યુનિવર્સનાં ગ્રાન્ડ ફિનાલેમાં મેક્સિકોની 26 વર્ષીય એન્ડ્રીયા મેઝાએ જીત મેળવી છે.

World
petrol 51 જાણો કોણ છે મિસ યુનિવર્સનો તાજ પહેરનાર એન્ડ્રીયા મેઝા?

મિસ મેક્સિકો એન્ડ્રીયા મેઝાએ આંતરરાષ્ટ્રીય બ્યુટી કોન્ટેસ્ટ મિસ યુનિવર્સ 2020 નો ખિતાબ જીતી લીધો છે. 69 માં મિસ યુનિવર્સનાં ગ્રાન્ડ ફિનાલેમાં મેક્સિકોની 26 વર્ષીય એન્ડ્રીયા મેઝાએ જીત મેળવી છે. પૂર્વ મિસ યુનિવર્સ જોજિબીની ટૂનજીએ એન્ડ્રીયા મેઝાને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો.

petrol 52 જાણો કોણ છે મિસ યુનિવર્સનો તાજ પહેરનાર એન્ડ્રીયા મેઝા?

73 દેશોની સુંદર મહિલાઓને પાછળ છોડીને, એન્ડ્રીયા મેઝા યુનિવર્સની સૌથી સુંદર મહિલા બની ગઈ છે. કોરોનાવાયરસ મહામારીને લઇને બ્યુટી સ્ટાન્ડર્ડ પર ક્વેશ્ચન આન્સર રાઉન્ડમાં એન્ડ્રીયા મેઝાએ તેના જવાબોથી દરેકને પ્રભાવિત કર્યા. 26 વર્ષીય એન્ડ્રીયા મેઝા બ્યુટી વિથ બ્રેઇનનું એક ઉત્તમ ઉદાહરણ છે.

petrol 53 જાણો કોણ છે મિસ યુનિવર્સનો તાજ પહેરનાર એન્ડ્રીયા મેઝા?

26 વર્ષીય એન્ડ્રીયા મેઝાનો જન્મ 13 ઓગસ્ટ 1994 માં થયો છે. એન્ડ્રીયા મેઝા મેક્સિકોનાં ચિહુઆહુઆ શહેરની વતની છે, તેનો જન્મ પણ અહીં જ થયો હતો. તેના માતા-પિતાનું નામ અલ્મા કાર્મોના અને સેન્ટિયાગો મેઝા છે. એન્ડ્રીયા મેઝાની 2 નાની બહેનો પણ છે. તે ચિની વંશની છે. એન્ડ્રીઆ એક મોટા પરિવારમાં મોટી થઇ છે.

petrol 54 જાણો કોણ છે મિસ યુનિવર્સનો તાજ પહેરનાર એન્ડ્રીયા મેઝા?

એન્ડ્રીયા મેઝા ચિહુઆહુઆ ટૂરિઝમની રાજદૂત પણ છે. 2020 માં, તેણે મેક્સિકન યુનિવર્સલ 2020 નો તાજ પોતાના નામે કર્યો હતો. એન્ડ્રીયા મેઝા મિસ મેક્સિકો 2017 બની હતી. એન્ડ્રીયાએ તેની જીત સાથે એક અલગ ઇતિહાસ રચ્યો છે. એન્ડ્રીયા મેઝા મિસ યુનિવર્સનો તાજ પહેરનાર ત્રીજી મેક્સીકન મહિલા છે.

petrol 55 જાણો કોણ છે મિસ યુનિવર્સનો તાજ પહેરનાર એન્ડ્રીયા મેઝા?

એન્ડ્રીયા મેઝા એક મોડેલ તેમજ સોફ્ટવેર એન્જિનિયર પણ છે. મિસ યુનિવર્સની વેબસાઇટ પરની તેની સ્પર્ધાત્મક પ્રોફાઇલ મુજબ, એન્ડ્રીયા પાસે સોફ્ટવેર એન્જિનિયરિંગની ડિગ્રી છે. એન્ડ્રીયા મેઝાએ 2017 માં ચિહુઆહુઆની સ્વાયત યુનિવર્સિટીમાંથી સોફ્ટવેર એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું અને  સ્નાતક થઇ.

petrol 56 જાણો કોણ છે મિસ યુનિવર્સનો તાજ પહેરનાર એન્ડ્રીયા મેઝા?

મેક્સિકોની એન્ડ્રીયા મેઝા એક સામાજિક કાર્યકર પણ છે. તે લિંગ અસમાનતા અને જાતીય હિંસા અંગે ખૂબ જ અવાજ ઉઠાવે છે. એન્ડ્રીયા મેઝા મહિલાઓનાં અધિકાર માટે પણ સેવા આપે છે. એન્ડ્રીયા મેઝા હાલમાં મ્યુનિસિપલ વિમેન્સ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને કામ કરે છે, જેનો હેતુ જાતીય હિંસાને સમાપ્ત કરવાનો છે.

petrol 57 જાણો કોણ છે મિસ યુનિવર્સનો તાજ પહેરનાર એન્ડ્રીયા મેઝા?

એન્ડ્રીયા મેઝા એક મોડેલ, સોફ્ટવેર એન્જિનિયર તેમજ પ્રમાણિત મેકઅપ કલાકાર પણ છે. મિસ યુનિવર્સની વેબસાઇટ પર માહિતી આપતા અહેવાલ છે કે એન્ડ્રીયા મેઝા શાકાહારી બની ગઈ છે કારણ કે તે વિશ્વ અને પ્રાણીઓની સુખાકારી વિશે ખૂબ ચિંતિત હતી. એન્ડ્રીયા મેઝા ક્રોસફિટ, રેપેલ અને સેન્ડ-બોર્ડિંગ જેવી એડવેન્ચર રમતોને પસંદ કરે છે.

kalmukho str 14 જાણો કોણ છે મિસ યુનિવર્સનો તાજ પહેરનાર એન્ડ્રીયા મેઝા?