સર્વે/ આજની તારીખમાં લોકસભાની ચૂંટણી થાય તો જાણો કોને કેટલી બેઠક મળશે,સર્વેમાં જાણો દેશનો રાજકીય મૂડ

દેશની તમામ મુખ્ય પાર્ટીઓએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં અનેક નેતાઓ ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષી પાર્ટીઓને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

Top Stories India
12 18 આજની તારીખમાં લોકસભાની ચૂંટણી થાય તો જાણો કોને કેટલી બેઠક મળશે,સર્વેમાં જાણો દેશનો રાજકીય મૂડ

Survey:  દેશની તમામ મુખ્ય પાર્ટીઓએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં અનેક નેતાઓ ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષી પાર્ટીઓને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભાજપે પણ ચૂંટણીને લઈને પોતાના કાર્યકર્તાઓને ખાસ ગાઈડલાઈન આપી છે.  સી-વોટરે ઈન્ડિયા ટુડે માટે સામાન્ય ચૂંટણીને લઈને સામાન્ય લોકોનો મૂડ જાણવા માટે એક સર્વે કર્યો છે.

આ સર્વે અનુસાર જો આજે ચૂંટણી થાય છે તો દેશમાં( Survey) ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારની વાપસીની સંભાવના છે. સર્વેમાં NDAને 543માંથી 298 સીટો મળી રહી છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને 153 બેઠકો મળતી જોવા મળી રહી છે. અન્યને 92 બેઠકો મળી શકે છે. એનડીએને લગભગ 43 ટકા વોટ મળી શકે છે. જ્યારે યુપીએને 29 ટકા અને અન્યને 28 ટકા મત મળવાની શક્યતા છે.

કયા પક્ષને કેટલી બેઠકો? (Survey)

સર્વે મુજબ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 284, કોંગ્રેસને 68 અને અન્યને 191 બેઠકો મળવાની સંભાવના છે. પાર્ટી મુજબના વોટ ટકાવારીની વાત કરીએ તો સર્વેમાં ભાજપને 39 ટકા વોટ મળ્યા છે જ્યારે કોંગ્રેસને 22 ટકા અને અન્યને 39 ટકા વોટ મળવાની સંભાવના છે.

છેલ્લી લોકસભા ચૂંટણીના પરિણામો (Survey)

2019 માં દેશમાં યોજાયેલી છેલ્લી લોકસભા ચૂંટણીમાં, ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ પુનરાગમન કર્યું અને સતત બીજી વખત સરકાર બનાવી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો જીતી હતી. બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ કુલ 353 સીટો જીતી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને 91 બેઠકો મળી હતી. જેમાંથી કોંગ્રેસને 52 બેઠકો મળી હતી જ્યારે અન્ય પક્ષોએ 98 બેઠકો જીતી હતી.

admitted to hospital/અભિનેતા અનુ કપૂરની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

Vadodara visit/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27 જાન્યુઆરીએ વડોદરાના પ્રવાસે, આ કાર્યક્રમમાં ભાગ લેશે,જાણો

bbc documentary/UoH ખાતે BBCની ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ બાદ રાજકારણ ગરમાયું, હવે ABVP બતાવશે કાશ્મીર

Budget/નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ પહેલા ‘હલવા સેરેમની’માં પહોંચ્યા, જુઓ વીડિયો

Padma Shri award/2 સાપ પકડનાર મિત્રોને મળ્યો પદ્મશ્રી, જાણો શું છે આ પાછળનું કારણ

Petrol Diesel/ ચૂંટણીઓ આવી એટલે સરકારને આવી પેટ્રોલ અને ડીઝલના ભાવની યાદ