Technical Fault/ FB, instaa અને whatsappનું જાણો ક્યાં કારણોસર સર્વર ડાઉન થયું હતું

ફેસબુકના ડાઉન થવાને કારણે , તેના સહ-સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ ને પણ વ્યક્તિગત રીતે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.

Top Stories Tech & Auto
Untitled 108 FB, instaa અને whatsappનું જાણો ક્યાં કારણોસર સર્વર ડાઉન થયું હતું

સોશ્યિલ મીડિયાનો વ્યાપ એટલો વધી ગયો છે કે લોકો અમુક ક્ષણ પણ તેના વગર રહી ન શકે. ગઈકાલે રાતે  સોશ્યિલ મીડિયાના મુખ્ય ત્રણ પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થઈ ગયું હતું. આ સેવા અચાનક બંધ થઈ ગઈ હતી. વિશ્વભરના લાખો વપરાશકર્તાઓ તેમના ડાઉન થવાને કારણે ઘણું સહન કર્યું. વોટ્સએપ, ફેસબુક, અને ઇન્સ્ટાગ્રામ પર કોઈ મેસેજ આવતા કે જતા ન હતા.

વિશ્વભરના સાયબર ક્રાઇમ નિષ્ણાતો અને સંશોધકોએ આવા વૈશ્વિક આઉટેજ પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કર્યો છે. એક રિપોર્ટરના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ્સ ડાઉન થવાનું કારણ BGP એટલે કે બોર્ડર ગેટવે પ્રોટોકોલના કારણે થયું હતું. BGPને કારણે, ઇન્ટરનેટ યોગ્ય રીતે કામ કરે છે. ઇન્ટરનેટ ઘણા નેટવર્કમાંથી બન્યું એક નેટવર્ક છે અને BGPનું કામ આ નેટવર્ક્સને એકસાથે જોડવાનું છે.

આ પણ વાંચો ;ભાવ વધારો / સામાન્ય નાગરિક પર પડી રહી છે મોંઘવારીની માર, આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

BGPમાં ખામી હોય અથવા તે કોઈ કારણોસર કામ કરવાનું બંધ કરી દે, તો ઈન્ટરનેટ રાઉટર્સ કામ કરવાનું બંધ કરી દે છે. મોટા રાઉટર્સ તેમના રૂટ અપડેટ કરતા રહે છે જેથી નેટવર્ક એક દમ સક્રિય રહે. ફેસબુક ડાઉન થવા પાછળ આ જ કારણ જોવા મળે છે.  ફેસબુકનું લાસ્ટ સ્ટેજ અને BGPમાં ઉણપને કારણે તે ચાલવામાં અસમર્થ રહ્યું હતું.

Untitled 109 FB, instaa અને whatsappનું જાણો ક્યાં કારણોસર સર્વર ડાઉન થયું હતું

સોમવારે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં થયેલી ખામી માટે DNS પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. DNS એટલે કે ડોમેન નેમ સિસ્ટમ ઈન્ટરનેટ. તે ઇન્ટરનેટ માટે એક પ્રકારની ફોનબુક છે. DNS એક એવું માધ્યમ છે કે કે ફેસબુકને ઈન્ટરનેટ પ્રોટકોલમાં કન્વર્ટ કરે. DNS પ્રોપર રીતે કાર્ય ન કરતુ હોવાથી ફેસબુકની સેવાઓને એક્સેસ ન મળ્યું અને સર્વર ડાઉન થયું.

ફેસબુકના ડાઉન થવાને કારણે , તેના સહ-સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ ને પણ વ્યક્તિગત રીતે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. તેની નેટવર્થમાં થોડા કલાકોમાં $ 7 બિલિયન (લગભગ 52 હજાર કરોડ રૂપિયા) નો ઘટાડો થયો અને તે અબજોપતિઓની યાદીમાં એક સ્થાન નીચે આવી ગયા છે.

આ પણ વાંચો ;Cricket / ભારત-પાકિસ્તાનની મેચની Ticket ગણતરીનાં કલાકોમાં થઇ Sale