Sports/ ઈંગ્લેન્ડના 20 વર્ષીય બેટ્સમેન ફિનલે બીને 11 કલાક બેટિંગ કરી 441 રન બનાવ્યા

એક સમયે ભારતીય બેટ્સમેનોને પરેશાન કરનાર finlay bean યુવા બેટ્સમેને આ વખતે પોતાના બેટથી હંગામો મચાવ્યો હતો અને 441 રન બનાવીને પળવારમાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

Top Stories Sports
1235 4 ઈંગ્લેન્ડના 20 વર્ષીય બેટ્સમેન ફિનલે બીને 11 કલાક બેટિંગ કરી 441 રન બનાવ્યા

એક સમયે ભારતીય બેટ્સમેનોને પરેશાન કરનાર finlay bean યુવા બેટ્સમેને આ વખતે પોતાના બેટથી હંગામો મચાવ્યો હતો અને 441 રન બનાવીને પળવારમાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. finlay bean યોર્કશાયર તરફથી રમતી વખતે નોટિંગહામશાયર સામે કાઉન્ટીની બીજી XIમાં આ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. તેણે નોટિંગહામશાયરના બોલરોને 11 કલાકથી વધુ સમય સુધી પછાડ્યા હતા. બીનના પ્રથમ 365 રનોએ માર્કસ ટ્રેસ્કોથિક(Marcus Trescothick)નો રેકોર્ડ તોડી નાખ્યો, જેણે 25 વર્ષ પહેલા સમરસેટ સામે 322 રન બનાવ્યા હતા. બીજા દિવસે પણ તેણે તેની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી અને નિર્ભય રીતે 400 રનનો આંકડો પાર કર્યો.

બીને 52 ચોગ્ગા ફટકાર્યા હતા
બીનની મોટી ઇનિંગ્સના આધારે યોર્કશાયરે 800થી વધુ રન બનાવ્યા હતા. જે એક રેકોર્ડ છે. યોર્કશાયર 4 વિકેટે 814 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. હાલમાં બીનનો યોર્કશાયર સાથે કોઈ સોદો નથી, પરંતુ 518 બોલમાં 52 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા બાદ હવે તેના પર વિચાર કરવામાં આવશે તેવી આશા છે. તેણે રમતના ત્રીજા અને ચોથા દિવસ સહિત 11 કલાકથી વધુ સમય સુધી બેટિંગ કરી. યોર્કશાયર માટે તેનું અગાઉનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 72 રન હતું. તેણે આ મહિને આ ઇનિંગ રમી હતી.

આ યુવા વિસ્ફોટક બેટ્સમેને ઈંગ્લેન્ડની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે અને રેકોર્ડબ્રેક ઈનિંગ્સ બાદ ફરી એકવાર બધાનું ધ્યાન તેની તરફ ગયું. ફિનલે બીન 2019માં ટ્રાઇ સિરીઝ રમનાર ઇંગ્લિશ ટીમનો પણ ભાગ હતો. તેણે ભારત સામે બે મેચ રમી અને વિકેટ પાછળ રહીને ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા. યશસ્વી જયસ્વાલ, પ્રગ્નેશ દુર્ગેશ જેવા બેટ્સમેનોને પેવેલિયન મોકલવામાં બોલરોને મદદ કરી હતી.