Fire/ અમદાવાદના નારણપુરા સ્ટેડિયમ પાસે 3 દુકાનમાં આગ, ફાયર વિભાગની 18 ગાડીઓ દ્વારા મેળવાયો કાબૂ

અમદાવાદના નારણપુરા સ્ટેડિયમ વિસ્તારમાં આજે સવારે એકાએક આગની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. નારણપુરા વિસ્તારમાં આવેલી મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં આગ ભભૂકી

Top Stories Gujarat
1

અમદાવાદના નારણપુરા સ્ટેડિયમ વિસ્તારમાં આજે સવારે એકાએક આગની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. નારણપુરા વિસ્તારમાં આવેલી મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં 3 લોકો ફસાઈ ચૂક્યા હતા. કોમ્પલેક્સમાં લાગેલી આગ આસપાસની દુકાનોમાં ફેલાઈ હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને 3 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા. અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં હતા.

Rajkot / સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર મહિલાઓમાં રોષ, આગેવાનોને ટ્વીટ કરી કર્યા આક્ષેપ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસે પ્રખ્યાત મહારાજ સમોસા સેન્ટરમાં આગ લાગી હતી. આ આગ થોડા જ સમયમાં આસપાસની બે દુકાનોમાં પ્રસરી ગઈ હતી. આ આગમાં ધાબા પર લોકો ફસાઈ ચૂક્યા હતા. આગનો કોલ મળતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ધાબા પર ફસાયેલાં લોકોનું રેસક્યુ હાથ ધર્યું હતું.આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ફાયર વિભાગે થોડી ક્ષણોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

Cricket / 420 વિકેટ ઝડપનાર આ ભારતીય બોલરે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…