ગુજરાતમાં કોરોના મહામારી ઘાતક બની રહી ગઇ છે ત્યારે હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સુરક્ષા સામે સતત ચિંતા ઉદભવે તેવી ઘટનાઓ ઘટી રહી છે. સુરતમાં ફરી એકવાર કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. સુરતની ખાનગી કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે મોટી કરુણાંતિકા બનતા રહી ગઈ છે.મોડી રાત્રે આઇસીયું વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. શહેરના લાલ દરવાજા સ્થિત આયુષ હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં 5 દર્દીના મૃત્યુ થયા છે. જયારે 12 ક્રિટિકલ દર્દીને બીજે ખસેડાયા છે.
સુરતની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની છે. ડોક્ટર હાઉસ પાસે આવેલી આયુષ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આયુષ હોસ્પિટલ સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી છે.
આ પણ વાંચો : હોસ્પીટલમાં ખાટલા ખાલી નથી, હવે ધરના ખાટલે સારવાર..
પાંચમા માળે ACમાં બ્લાસ્ટ થતાં ICUમાં આગ લાગી હતી. જેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. હોસ્પિટલમાં દાખલ ઘણા દર્દીને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. અને દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :ઊના શહેરી આરોગ્ય કેન્દ્ર પર આ ચપ્પલોની કતાર ટેસ્ટીંગ કરવા આવનારા લોકોની છે…
આપને જણાવી દઈએ કે, ફાયર વિભાગની આઠ થી વધુ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી બાકી દર્દીઓને પણ રેસ્ક્યુ કર્યા હતા.આગની ઘટનાને લઈ હોસ્પિટલમાં જાણે રીતસર નાસભાગ જોવા મળી હતી.પોલીસ ,ફાયર વિભાગ સહિત મનપાના ઉચ્ચ અધિકારીઓ નો સ્ટાફ ઘટના સ્થળે ઘસી આવ્યો હતો.
આ પણ વાંચો :બેકાબુ કોરાનાને રોકવા કોર્પોરેશને હેર કટિંગની દુકાનો તાત્કાલિક કરાવી બંધ

