Chhattisgarh/ છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં લાગી આગ,6 લોકો ઘાયલ

છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પછી ફેક્ટરીમાં આગ લાગી હતી.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 25T114659.741 છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં લાગી આગ,6 લોકો ઘાયલ

Chhattisgarh News:છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પછી ફેક્ટરીમાં આગ લાગી હતી. આગની ઘટના બેમેત્રા જિલ્લાથી 70 કિલોમીટર દૂર બોરસી નામના ગામમાં બની હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે વિસ્ફોટ બેરલા વિકાસ બ્લોકના પીરડા ગામ નજીક સ્થિત એક યુનિટમાં થયો હતો. વિસ્ફોટમાં અત્યાર સુધીમાં છ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. SDRF અને પોલીસ પ્રશાસનની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થળ પર એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે. આગ એટલી ભીષણ છે કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાય છે. ફેક્ટરીમાં વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હશે, કારણ કે ઘટના સમયે ફેક્ટરીમાં કર્મચારીઓ હાજર હતા. આગના તણખાને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટો બાદ ફેક્ટરીનો કાટમાળ દૂર સુધી પડ્યો હતો. જેના કારણે આસપાસના લોકો પણ ડરી ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદી ગાઝીપુરમાં અને યોગી આદિત્યનાથ વારાણસીમાં કરશે ચૂંટણી પ્રચાર

 આ પણ વાંચો:25 વર્ષની છોકરીને 16 વર્ષના છોકરા સાથે પ્રેમ થયો, મૂકી દીધી અજીબ શરત

આ પણ વાંચો:ક્યાંક દીકરી તો નથી ને? આ તપાસવા માટે પતિએ તેની ગર્ભવતી પત્નીનું પેટ ફાડી નાખ્યું, ક્રૂર પતિને થઈ આજીવન કેદ