Vadodara News: વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. સસ્પેન્ડ ફાયર અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટના વિદેશ પ્રવાસની મંજૂરીને લઈને નવા સવાલો ઊભા થયા છે. RTI એક્ટિવિસ્ટ મિથીલેશ યાદવે દાવો કર્યો છે કે વિદેશ પ્રવાસ માટે આપવામાં આવેલી મંજૂરી અને સંબંધિત દસ્તાવેજોમાં ગંભીર ગેરરીતિઓ થઈ હોવાની આશંકા છે.
ફાયર વિભાગ (Fire department)માં વધુ એક વિવાદ સામે આવ્યો
મિથીલેશ યાદવના જણાવ્યા મુજબ, વિદેશ પ્રવાસ માટે ઉપયોગમાં લેવાયેલ મંજૂરી પત્ર શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મંજૂરી પત્રની સત્યતા અને તેની પ્રક્રિયાની યોગ્ય તપાસ થવી જોઈએ. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા જારી કરવામાં આવતી ફાયર NOC પર અધિકારીની સહીને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
આ મામલો સામે આવ્યા બાદ ફાયર વિભાગમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. સસ્પેન્ડ અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટ અગાઉ પણ વિવિધ કારણોસર ચર્ચામાં રહ્યા હતા અને હવે વિદેશ પ્રવાસની મંજૂરીનો મુદ્દો ફરી વિવાદનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ફાયર વિભાગની મોટી કાર્યવાહી: 13 હોટલ અને એક કોચિંગ સંસ્થા સીલ, 154 હોટલોને નોટિસ
આ પણ વાંચો:વડોદરામાં શબ વાહિની ખરીદીમાં ભ્રષ્ટાચાર: મંતવ્ય ન્યૂઝનો પર્દાફાશ
