આગ/ દિલ્હીથી કામાખ્યા જતી બ્રહ્મપુત્ર મેલના કોચમાં લાગી આગ, મુસાફરોમાં અફરાતફરી

દિલ્હીથી કામાખ્યા જતી બ્રહ્મપુત્ર મેલ (15657)ના જનરલ કોચના બ્રેક બેન્ડિંગમાં આગ ફાટી નીકળતાં પટનાના બિહતા રેલવે સ્ટેશન પર ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો

Top Stories India
3 33 દિલ્હીથી કામાખ્યા જતી બ્રહ્મપુત્ર મેલના કોચમાં લાગી આગ, મુસાફરોમાં અફરાતફરી

દિલ્હીથી કામાખ્યા જતી બ્રહ્મપુત્ર મેલ (15657)ના જનરલ કોચના બ્રેક બેન્ડિંગમાં આગ ફાટી નીકળતાં પટનાના બિહતા રેલવે સ્ટેશન પર ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો અને ચોમેર ધુમાડા જોવા મળ્યા હતા.મુસાફરો પાસેથી આગની માહિતી મળ્યા પછી, ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક લગાવી અને બિહતા રેલ્વે સ્ટેશનની ડાઉન મેઇલ લાઇન પર બ્રહ્મપુત્ર મેઇલને અટકાવી. આગની જાણ થતાં જ ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. જોકે રેલવે અધિકારીઓની સમજાવટ બાદ મુસાફરો શાંત થયા હતા.

આ પછી રેલ્વે કર્મચારીઓ અને રેલ્વે પોલીસ દળ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફાયર સેફ્ટી સાધનોની મદદથી રેલ્વે કર્મચારીઓએ જનરલ કોચની બ્રેક બાઈન્ડીંગમાં આગને કાબુમાં લીધી હતી.

લગભગ અડધો કલાક સુધી ચેકિંગ કર્યા બાદ ટ્રેનને બિહતા રેલવે સ્ટેશનથી કામાખ્યા માટે રવાના કરવામાં આવી હતી. ટ્રેનમાં બેઠેલા એક મુસાફર અજીત કુમારે જણાવ્યું કે, જ્યારે દિલ્હીથી કામાખ્યા જતી બ્રહ્મપુત્રા મેલ આરા રેલવે સ્ટેશનથી ખુલી અને કોઈલવાર પુલ પાર કરી રહી હતી, ત્યારે લોકોને માહિતી મળી કે ટ્રેનમાં બ્રેક બાઈન્ડિંગમાંથી ધુમાડો નીકળી રહ્યો છે