Not Set/ રાજકોટમાં ફાયરસેફ્ટી વિભાગ લાલઘૂમ, NOC રીન્યુ કરાવવા આ 20 સ્કૂલોને ફટકારી નોટીસ

શિવાનંદ હોસ્પિટલની ઘટના બાદ રાજકોટમાં મહાનગરપાલિકાનો ફાયર સેફટી વિભાગ હરકતમાં આવી ગયો છે.સરકાર તરફથી તંત્ર કડક પગલાં માટેના આદેશ થયા બાદ સૌપ્રથમ હોસ્પિટલો

Top Stories Gujarat
fire safety

શિવાનંદ હોસ્પિટલની ઘટના બાદ રાજકોટમાં મહાનગરપાલિકાનો ફાયર સેફટી વિભાગ હરકતમાં આવી ગયો છે.સરકાર તરફથી તંત્ર કડક પગલાં માટેના આદેશ થયા બાદ સૌપ્રથમ હોસ્પિટલો ત્યારબાદ હોટેલ, રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસ, ટયુશન કલાસીસ અને કોચિંગ કલાસીસ તેમજ સાયબર કાફે બાદ હવે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોને પણ નોટિસો આપવાનું શરૂ કરાયું છે. શહેરના દરેકે દરેક બિલ્ડિંગમાં ફાયર સેફટીની ચકાસણી થશે.

Bardoli / ફ્લાય ઓવર બ્રિજની માંગણી નહી સ્વીકાર્ય તો હવે આ ગામના લોકો ક…

રાજકોટમાં શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 6 દર્દીઓના મોત નિપજ્યાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું, તેમજ એક બાદ એક હોસ્પિટલોને જ નોટિસ આપવાનું શરૂ કરાતાં હોસ્પિટલ લોબી તરફથી તંત્રવાહકો પર દબાણ લાવવા પ્રયાસ કરાયો હતો અને ફકત હોસ્પિટલોમાં જ ફાયર સેફટીનું ચેકિંગ થઈ રહ્યું છે અને નોટિસો અપાઈ રહી છે તેવા આક્ષેપો થઈ રહ્યા હતા તેની સામે તંત્રએ શાળાઓ સામે પણ કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે.રાજકોટ મહાપાલિકા દ્વારા તાજેતરમાં શહેરની 20 સેલ્ફ ફાઈનાન્સ શાળાઓને તેમના ફાયર એનઓસી રિન્યુ કરાવી લેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

રાજકોટના ફાયરસેફ્ટી અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે કુલ શાળાઓને ફાયરસેફ્ટીના એન.ઓ.સી. મેળવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. આ શાળાઓમાં કે.જી. ધોળકિયા સ્કૂલ-બાલાજી હોલ, 150 ફૂટ રિંગરોડ, મવડી,કૈલાશ વિદ્યાલય-ન્યુ કેદારનાથ સોસાયટી, 80 ફૂટ રોડ ,દર્શન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ-ગાંધીગ્રામ, રૈયારોડ, સત્યપ્રકાશ માધ્યમિક શાળા-4 બજરંગવાડી, જામનગર રોડ, લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટિટયુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી-કાલાવડ રોડ, અમૃત વિદ્યામંદિર-નવલનગર-3, કૃષ્ણનગર, લિટલ સ્ટાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ભૂમિકા ગુજરાતી મીડિયમ સ્કૂલ-ભાવનગર રોડ, સત્યપ્રકાશ વિદ્યાપીઠ-કોઠારિયા રોડ, સનફલાવર ઇંગ્લિશ સ્કૂલ-ભક્તિનગર સર્કલ પાસે, 80 ફૂટ રોડ, ટી.એન. રાવ સ્કૂલ ફોર ગર્લ્સ- યુનિ. રોડ, જય ઈન્ટરનેશનલ સ્કૂલ-કાલાવડ રોડ, રાજમંદિર કોમ્પ્યુટર વિદ્યાલય-ભવાની ચોક, શિયાણીનગર, કોઠારિયા રોડ, પ્રિમિયર સ્કૂલ-કેરાલા પાર્ક, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, યુનિ. રોડ, સત્યમ પબ્લિક સ્કૂલ-સતનામ પાર્ક, જૂનો મોરબી રોડ,સ્વ.એસ.જી. ધોળકિયા મેમોરિયલ હાઈસ્કૂલ-1 મનહર પ્લોટ, ગોંડલ રોડ, શક્તિ હાયર સેક્ધડરી સ્કૂલ-જલારામ-2, શિવસંગમ સોસાયટી યુનિ. રોડ, એકેડેમિક બિલ્ડિંગ-2 મુંજકા રાજકોટ, પાઠક વિદ્યામંદિર-ગૌતમનગર, ઈન્દ્રપ્રસ્થ રેલવે લાઈન પાસે,નોર્થ સ્ટાર સ્કૂલ-મોટામવા રાજકોટ અને, ધ સ્કૂલ ઓફ સાયન્સ કાલાવડ રોડ સહિતની 20 સેલ્ફ ફાઈનાન્સ શાળાઓને તેમના ફાયર એનઓસી રિન્યુ કરાવી લેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

Gujarat / આ તારીખથી ગુજરાત હાઈકોર્ટના જજીસ ઘરે બેસીને કેસની સુનાવણી કર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…