Political/ આ વર્ષે પણ દિલ્હીમાં નહી ફોડી શકાય ફટાકડા, CM કેજરીવાલે લગાવ્યો પ્રતિબંધ

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસ સંકટ વચ્ચે દિલ્હીમાં વધતા પ્રદૂષણ અંગે આજે (બુધવારે) મોટી જાહેરાત કરી છે.

Top Stories India
દિલ્હીનાં

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસ સંકટ વચ્ચે દિલ્હીમાં વધતા પ્રદૂષણ અંગે આજે (બુધવારે) મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કર્યું કે, છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી દરમિયાન દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારનાં ફટાકડા સંગ્રહ, વેચાણ અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો – ગાંધીનગર / આજે યોજાશે ગુજરાતનાં મંત્રીમંડળની શપથવિધિ, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ

દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પહેલા જ કેજરીવાલ સરકારે વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ફટાકડાનાં સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ દ્વારા આ મોટા નિર્ણયની માહિતી આપી હતી. CM કેજરીવાલે ટ્વિટરમાં લખ્યું છે કે, છેલ્લા 3 વર્ષની જેમ દિવાળીનાં સમયે દિલ્હીનાં પ્રદૂષણની ખતરનાક સ્થિતિને જોતા ગયા વર્ષની જેમ તમામ પ્રકારનાં ફટાકડાનાં સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. જેથી લોકોનાં જીવ બચાવી શકાય. આ પહેલા સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કેન્દ્રએ રાજ્યો પર દબાણ લાવવું જોઈએ કે ઉત્તર ભારતમાં પ્રદૂષણનું કારણ બનેલા પરાળને ઓગાળવા માટે બાયો-ડિકમ્પોઝરનો ઉપયોગ કરે. તેમણે કહ્યું હતું કે, જેમ દિલ્હી સરકારે તમામ ખેડૂતોનાં ખેતરોમાં મફત બાયો ડિકમ્પોઝરનો છંટકાવ કર્યો હતો, તેવી જ રીતે તમામ પડોશી રાજ્યોની સરકારોને સૂચનાઓ આપવી જોઈએ કે તેઓ પણ ખેડૂતોનાં ખેતરમાં મફત બાયો ડિકમ્પોઝર છાંટે.

આ પણ વાંચો – Political / તેલંગાણાનાં મંત્રીએ દુષ્કર્મ કેસનાં આરોપીને લઇને કહ્યુ- પહેલા ધરપકડ અને બાદમાં કરીશું એન્કાઉન્ટર

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગળ લખ્યું કે, ‘ગયા વર્ષે, વેપારીઓ દ્વારા ફટાકડા સંગ્રહ કર્યા પછી, પ્રદૂષણની ગંભીરતાને જોતા થોડો મોડો પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેના કારણે વેપારીઓને નુકસાન થયું હતું. તમામ વેપારીઓને અપીલ છે કે આ વખતે સંપૂર્ણ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો સંગ્રહ ન કરો.’ દિલ્હી સરકારનાં આ નિર્ણય બાદ લોકોની નારાજગી પણ સામે આવવા લાગી છે. લોકો આ અંગે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકએ આ નિર્ણયને આવકાર્યો છે અને કેટલાકએ તેની ટીકા કરી છે.