ગોળીબાર/ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મોડીરાત્રે ફાયરિંગનો બનાવ,યુવકને માથાના ભાગમાં ગોળી વાગતા હાલત ગંભીર

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ફાયરિંગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોમતીપુર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો

Top Stories Gujarat
8 27 અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મોડીરાત્રે ફાયરિંગનો બનાવ,યુવકને માથાના ભાગમાં ગોળી વાગતા હાલત ગંભીર
  • અમદાવાદ ના ગોમતીપુરમા મોડીરાત્રે ફાઈરિંગ નો બનાવ
  • અજાણ્યા ચાર શખ્સો ઓ એ બે યુવકો પર ગોળીબાર અને છરી થી કર્યો  હુમલો
  • હિતેષ વાઘેલા 24 વર્ષ ના યુવક પર કર્યો હતો ગોળીબાર
  • માથા મા બેએક ગોળી વાગતા મોડીરાત Lg હોસ્પિટલ મા સારવાર માટે લવાયો હતો
  • સ્થિતિ  બગડતા  વધુ સારવાર માટે સિવિલ ખસેડાયો
  • અંગત અદાવત ને લઈ ને આ ગોળીબાર કરી ને આરોપી ફરાર

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ફાયરિંગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોમતીપુર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો. અજાણ્યા ચાર શખ્સોએ બે યુવકો પર ગોળીબાર અને ચાકુથી હુમલો કર્યા હતો.હુમલો કરીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા.  આ ગાેળીબારની ઘટનામાં 24 વર્ષના યુવક હિતેષ વાઘેલા ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને માથાના ભાગમાં ગોળી વાગી હોવાથી તેને સત્વરે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરતું તબિયત વધુ બગડતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાે છે.

ઉલ્લેખનીય છે કે આ બનાવની જાણ થતા પોલીસ અધિકારી સાથે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સઘન તપાસ હાથ ધરી છે, આ અજાણ્યા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક માહિતીમાં એવું જાણવા મળ્યું છે કે અંગત અદાવતમાં ગોળીબાર કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.