રાજકોટ/ સૌરાષ્ટ્રમાં લવ જેહાદનો પ્રથમ કેસ નોંધાયો, લગ્નની લાલચ આપી મહિલાને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

સૌરાષ્ટ્ર જિલ્લાના ધોરાજીમાં લવ જેહાદ  નો ગુનો નોંધવામાં આવ્યો છે

Gujarat Rajkot Others
Untitled 103 સૌરાષ્ટ્રમાં લવ જેહાદનો પ્રથમ કેસ નોંધાયો, લગ્નની લાલચ આપી મહિલાને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

સૌરાષ્ટ્ર જિલ્લાના ધોરાજીમાં લવ જેહાદ  નો ગુનો નોંધવામાં આવ્યો છે.ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ધોરાજીના રાધાનગર વિસ્તારમાં રહેતો મહોમદ ઉર્ફે ડાડો સમા નામનો શખ્સ એક યુવતીને લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કરતો રહ્યો અને જ્યારે લગ્નની વાત આવી ત્યારે ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું.આ અંગે મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ પ્રમાણે મહોમદ પોતે પરિણીત છે અને આ વાત તેને છુપાવી હતી.મોહમદ ફરિયાદી મહિલાને સોશિયલ મિડીયામાં દબાણ કરતો હતો. અને તેને ધાર્મિક વિધીથી ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહિ ફરિયાદી અને તેની દિકરીને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદનો ખરડો પસાર કરવામાં આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ કેસ ધોરાજીમાં નોંધાયો છે.આ ફરિયાદ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ કહ્યું હતુ કે ફરિયાદી સાથે શારિરીક શોષણ પણ કરવામાં આવ્યું છે. જેને લઇને પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.