નવરાત્રીમાં વરસાદ/ પહેલા નોરતે જ અમદાવાદના આ વિસ્તારમાં પડ્યો વરસાદ, ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતા

ગુજરાતના દરેક શહેરો-ગામડામાં આ વર્ષે ગરબા રમવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ લાખો ખેલૈયાઓ નિરાશ થાય તેવી આગાહી થઈ છે.

Top Stories Ahmedabad Gujarat
વરસાદ

કોરોના મહામારી બાદ આ વર્ષે પહેલી વાર તમામ નિયંત્રણ હટાવ્યા બાદ પહેલી નવરાત્રી આવી રહી છે. આજે સમગ્ર દેશમાં નવરાત્રીનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમા નવરાત્રીના પહેલા જ નોરતાના દિવસે શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હાટકેશ્રવર ખોખરા-મણિનગર-અમરાઈવાડી જશોદાનગર CTM વટવા-ઘોડાસર-ઈશનપુર વસ્ત્રાલ સહિતના વિસ્તારોમા વરસાદ વરસી રહ્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, કરોડિયા ઘરમાં જાળા બાંધવા લાગ્યા છે એટલે ધીરે ધીરે વરસાદની વિદાય થશે. વરસાદની વિદાય વચ્ચે પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના કોઇપણ ભાગમાં વરસાદ આવવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક વરસાદ આવી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, હાલમાં નવરાત્રિમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આ દિવસોમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ થોડું વધુ રહેશે. તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે.

બે વર્ષ પછી તમામ છૂટછાટો સાથે નવરાત્રીનું આયોજન કરાઈ રહ્યું છે. પાર્ટી પ્લોટ અને ક્લબોમાં થતા ગરબા માટે કરાયેલી તૈયારીઓ હવે પૂર્ણ થવાના આરે છે, ઠેર-ઠેર ગરબાના મેદાનો પણ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. નવરાત્રીને લગતી ખરીદીમાં પણ ચાલુ વર્ષે તેજી જોવા મળી રહી છે. ગરબા ક્લાસમાં પણ આ વખતે શીખવા આવતા લોકોની સંખ્યા વધી છે. આવામાં વરસાદ વિઘ્ન ના બને તેવું આયોજકો અને ગરબા રસીકો ઈચ્છી રહ્યા છે.

આ પણ વાંચો: કોણ છે હર્ષ સોલંકી? જે દિલ્હીના CM કેજરીવાલના ઘરે અમદાવાદથી જમવા માટે જઈ રહ્યો છે….

આ પણ વાંચો:તાલીઓનો તાલ,મંતવ્યને સાથ, કોરોના કાળના બે વર્ષ બાદ ગરબે ઘુમશે ખેલૈયાઓ

આ પણ વાંચો:ગાંધીનગરમાં ફાયરિંગ થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત