T20 WC 2024/ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત: અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવી સર્જ્યો મોટો અપસેટ

અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો સૌથી મોટો અપસેટ સર્જ્યો છે.

Top Stories T20 WC 2024 Breaking News Sports
Image 2024 06 23T103401.953 ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત: અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવી સર્જ્યો મોટો અપસેટ

Sports News: અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો સૌથી મોટો અપસેટ સર્જ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 148 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમ 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 21 રનથી મેચ હારી ગઈ હતી.

T20 World Cup 2024: Australia fall to shock defeat against Afghanistan – live reaction

ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને કોઈપણ ફોર્મેટમાં હરાવ્યું હોય. આ હાર સાથે ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલમાં પહોંચવાની આશાને જોરદાર ફટકો પડ્યો છે, કારણ કે હવે ઓસ્ટ્રેલિયાએ 24 જૂને સુપર-8ની છેલ્લી મેચમાં ભારતને કોઈપણ ભોગે હરાવવું પડશે. જોનાથન ટ્રોટ અને ડ્વેન બ્રાવો જેવા દિગ્ગજ ખેલાડીઓના કોચિંગ અને માર્ગદર્શન હેઠળ અફઘાનિસ્તાને આ શાનદાર જીત હાંસલ કરી છે.

Afghanistan script mother of all upsets to beat Australia in T20 World Cup Super 8, Gulbadin outshines Cummins hat-trick | Crickit

છેલ્લી ઓવરના બીજા બોલ પર મોહમ્મદ નબીએ એડમ ઝમ્પાને કેચ આપતા જ ​​મેદાનમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અફઘાનિસ્તાનના ખેલાડીઓનું સેલિબ્રેશન જોવા જેવું હતું. ગુલબદ્દીન નાયબને ખભા પર ઊંચકવામાં આવ્યો. સ્ટેડિયમમાં હાજર અફઘાન ટીમના ચાહકો ડાન્સ કરી રહ્યા હતા.

વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝદરાને અફઘાનિસ્તાન માટે તોફાની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 15.5 ઓવરમાં 118 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. ગુરબાઝે 49 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી, જેમાં ચાર ચોગ્ગા અને એટલી જ છગ્ગા સામેલ હતી. ઈબ્રાહિમ ઝદરાને 48 બોલમાં છ ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. આ પછી અનુભવી મધ્યમ ઝડપી બોલર ગુલબદ્દીન નાયબે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી અને ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને ચાર વિકેટ લીધી. નવીલ-ઉલ-હકે પણ આટલા જ રન આપ્યા હતા, પરંતુ તેના ખાતામાં ત્રણ સફળતા મળી હતી.

પેટ કમિન્સે ઓસ્ટ્રેલિયા માટે સતત બીજી હેટ્રિક લીધી હતી. કમિન્સે રાશિદ ખાન, કરીમ જનાત અને ગુલબદિન નાયબને સતત બોલ પર આઉટ કર્યા હતા. મેચમાં પેટ કમિન્સની આ સતત બીજી હેટ્રિક હતી, આ પહેલા તેણે બાંગ્લાદેશ સામેની પાછલી મેચમાં પણ હેટ્રિક લીધી હતી. આ શાનદાર પ્રદર્શન છતાં તેની ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ સંપૂર્ણપણે પડી ભાંગી હતી. તેના માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. જો ગ્લેન મેક્સવેલે 41 બોલમાં 59 રન બનાવ્યા ન હોત તો કદાચ કાંગારૂઓને વધુ શરમજનક હારનો સામનો કરવો પડત. ટ્રેવિસ હેડ 0ના સ્કોર પર પહેલી જ ઓવરમાં નવીન-ઉલ-હક દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. ડેવિડ વોર્નર (3), મિશેલ માર્શ (12), માર્કસ સ્ટોઇનિસ (11), ટિમ ડેવિડ (2), મેથ્યુ વેડ (5), પેટ કમિન્સ (3) ક્રિઝ પર ટકી શક્યા ન હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નિકોલસ પૂરને ટી-20માં કરી યુવરાજવાળી, એક ઓવરમાં લીધા 36 રન

આ પણ વાંચો: સુપર-8માં ટીમ ઈન્ડિયાની મેચો પર વરસાદનો ખતરો, આ મેચો રદ્દ થઈ શકે છે

આ પણ વાંચો: આયરલેન્ડ સામે હાઇવોલ્ટેજ મુકાબલો પાકે 3 વિકેટે જીત્યો