Fisheries/ 60 વર્ષમાં થયેલું મત્સ્ય ઉત્પાદન છેલ્લા આઠ વર્ષમાં થયુંઃ પુરુષોત્તમ રુપાલા

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાના નેજા હેઠળ દેશના મત્સ્યપાલન ઉદ્યોગે હરણફાળ ભરી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ખાસ મંત્રાલય મત્સ્ય મંત્રાલય બનાવવામાં આવ્યું છે.

Top Stories
Fisheries 60 વર્ષમાં થયેલું મત્સ્ય ઉત્પાદન છેલ્લા આઠ વર્ષમાં થયુંઃ પુરુષોત્તમ રુપાલા
  • ભારતની મત્સ્ય ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે હરણફાળ
  • 60 વર્ષમાં 59.18 લાખ મત્સ્ય ઉત્પાદન, છેલ્લા આઠ વર્ષમાં 59.85 લાખ ઉત્પાદન
  • દેશની મત્સ્ય નિકાસ 90 ટકા વધીને 57,589 કરોડ થઈ
  • 2025 સુધીમાં કુલ 25,000 કરોડના રોકાણનું આયોજન, લાખો રોજગારી સર્જાશે

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાના (Purushottam rupala) નેજા હેઠળ દેશના મત્સ્યપાલન ઉદ્યોગે (Fisheries industry) હરણફાળ ભરી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ખાસ મંત્રાલય મત્સ્ય મંત્રાલય (Fisheries ministry) બનાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ફિશરીઝ એક્સ્પોર્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે તેની નિકાસને પ્રોત્સાહન આપવા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.

આંકડા દર્શાવે છે કે ભારતને આ બ્લ્યુ રિવોલ્યુશન (Blue revolution)ફળ્યું છે. વર્ષ 2021-22માં દેશના મત્સ્ય ઉત્પાદન 162.48 લાખ ટન સાથે 10.34 ટકાનો વૃદ્ધિદર દર્શાવ્યો હતો. વર્ષ 1950-51માં ઇનલેન્ડ ફિશ એન્ડ એક્વાટિક કલ્ચરનું ઉત્પાદન 2.18 લાખ ટન પર પહોંચ્યું હતું. નાણાકીય વર્ષ 2013-14માં આ ઉત્પાદન 61.36 લાખ હતી. નાણાકીય વર્ષ 2021-22માં 121.21 લાખ ટન પર પહોંચ્યું હતું.

આંકડા મુજબ 63 વર્ષમાં મત્સ્ય ઉત્પાદન (ઇનલેન્ડ અને એક્વાકલ્ચર ફિશ પ્રોડક્શન) 59.18 લાખ ટન નોંધાયું હતું. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) દીર્ઘદ્રષ્ટિને કારણે માત્ર 8 વર્ષમાં જ 59.85 લાખ ટન મત્સ્ય ઉત્પાદન (ઇનલેન્ડ અને એક્વાકલ્ચર ફિશ પ્રોડક્શન) નોંધાયું છે. ક્ષેત્રમાં સૌથી વધુ વળતર મળતું હોવાના કારણે યુવાનો માટે અનોખુ આકર્ષણ છે. ભવિષ્યમાં વડાપ્રધાન મોદીને બ્લુ રિવોલ્યુશન (વાદળી ક્રાંતિ)ના પ્રણેતા તરીકે ઓળખાશે.

સૌથી મહત્વના નીતિ વિષયક બદલાવ અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડના લાભમાં માછીમાર (ફિશરમેન) અને એનિમલ હસબન્ડરી (Animal Husbandry) તથા ડેરી (dairy) સાથે સંકળાયેલા ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા. PMSSY યોજના અંતર્ગત 5 વર્ષ (નાણાંકીય વર્ષ 2020 – 2025) માટે રૂ. 25, 050 કરોડ જેટલા રોકાણની પરિકલ્પના કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી રૂ. 11,029 કરોડ મંજૂર કરાયા છે. આ રોકાણ લાખોની સંખ્યામાં રોજગારીની તકોનું નિર્માણ કરશે. ફિશરીઝ વિભાગના પ્રયાસોને કારણે નાણાંકીય વર્ષ 2021 – 22 માં મરીન એક્સપોર્ટ રૂ. 57,589 કરોડ પહોંચ્યું છે. આજે ભારતના ઉત્પાદનો 123 દેશોમાં નિકાસ થઇ રહ્યા છે. જેનો વૃદ્ધિ દર 90.6 ટકા છે.

આ અંગે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા જણાવે છે કે, પાછલા કેટલાક વર્ષોમાં દેશમાં વિવિધ ક્ષેત્રોમાં હરણફાળ પ્રગતિ જોવા મળી રહી છે. તે પૈકી એક વિકાસ પામતું ક્ષેત્ર ફિશરીઝ (મસ્ત્ય ઉદ્યોગ) છે. આ ક્ષેત્રમાં વિકાસની શક્યતાઓને ધ્યાને રાખીને વડાપ્રધાન મોદી દ્વારા જુલાઇ 2014 માં બ્લુ રિવોલ્યુશન (વાદળી ક્રાંતિ) ના બીજ વાવવાની શરૂઆત મત્સ્ય સંબંધિત નીતિવિષયક બદલાવથી કરવામાં આવી હતી. મસ્ત્ય ક્ષેત્ર થકી આવક અને રોજગારીની વ્યાપક તકનું નિર્માણ કરવા સક્ષમ તરીકે ઓળખ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા બ્લુ રિવોલ્યુશન (વાદળી ક્રાંતિ)ને લઇને નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનીમલ હસબન્ડરી, ડેરીનું અલગ નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વતંત્ર વહીવટી તંત્ર, માળખું હોવાની સાથે એક્વા કલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (FIDF) અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અંતર્ગત પણ સમાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

Shradhha Walkar/ ગુસ્સાની એક ક્ષણ અને શ્રદ્ધાનું જીવન પૂરુઃ આફતાબની જજ સમક્ષ કબૂલાત

Gujarat Election/ ડભોઈ કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર દરમિયાન રૂપિયા વહેંચતા જોવા