mangrol/ માંગરોળમાં મધદરિયે ફિશીંગ બોટમાં લાગી આગ, 7 માછીમારોનો આબાદ બચાવ

માંગરોળમાં મધદરિયે ફિશીંગ બોટમાં આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી છે. જો કે આ આગની ઘટનામાં ૭ માછીમારોનો આબાદ બચાવ થયો છે, પરંતુ ફિશીંગ બોટમાં આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ જણાઈ રહ્યું છે.

Gujarat Others
a 180 માંગરોળમાં મધદરિયે ફિશીંગ બોટમાં લાગી આગ, 7 માછીમારોનો આબાદ બચાવ
  • માંગરોળમાં મધદરિયે ફિશીંગ બોટમાં આગ
  • બોટમાં સવાર તમામ 7 માછીમારોનો બચાવ
  • ફિશીંગ બોટમાં આગ લાગવાનું કારણ અકબંધ
  • આગે વિકરાળ રૂપ ધારણ કરતાં બોટ બળીને ખાખ
  • આગથી માછીમારોને 50 લાખની નુકશાનની ભીતિ

માંગરોળમાં મધદરિયે ફિશીંગ બોટમાં આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી છે. જો કે આ આગની ઘટનામાં ૭ માછીમારોનો આબાદ બચાવ થયો છે, પરંતુ ફિશીંગ બોટમાં આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ જણાઈ રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, બોટમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરતાં બોટ બળીને ખાખ થઇ ગઈ છે અને આગથી માછીમારોને 50 લાખની નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.