અંકલેશ્વર/ ત્રીજા નોરતે વરસાદની ભારે રમઝટ, એક કલાકમાં જ સવા ત્રણ ઇંચ વરસાદ

મેરેથોન મેઘાની સૌથી લાંબી બેટિંગમાં અંકલેશ્વર અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, અંકલેશ્વરમાં વરસાદ શરૂ થતા જ વેપારીઓએ પોતાના માલસામાનને ખસેડવામાં લાગી ગયા હતા

Top Stories Gujarat
shahrukh 2 ત્રીજા નોરતે વરસાદની ભારે રમઝટ, એક કલાકમાં જ સવા ત્રણ ઇંચ વરસાદ

ભરૂચ અને અંકેલશ્વરમાં આસોના ત્રીજા નોરતે મેહુલિયાએ રમઝટ બોલાવતા માત્ર એક કલાકમાં જ અંકલેશ્વરમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસી જતા અનેક વિસ્તારો તેમજ માર્ગોને પાણીથી તરબોળ કરી દીધા હતા. ચોમાસુ ચાર દિવસ લંબાવાની આગાહી વચ્ચે શનિવારે ત્રીજા નોરતે ભરૂચમાં મેઘરાજા તોફાને ચઢ્યા હતા. જાણે આસોમાં ભાદરવાનો માહોલ સર્જાયો હતો.

pili 5 5 ત્રીજા નોરતે વરસાદની ભારે રમઝટ, એક કલાકમાં જ સવા ત્રણ ઇંચ વરસાદ

વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે મેહુલિયો પણ ગરબે ઘુમવા ઉમટી પડ્યો હોય તેમ ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજા તોફાને ચઢ્યા હતા.  મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોને તરબોળ કરી દીધા હતા. અંકેલશ્વરમાં વેપારીઓ અને દુકાનદારો ધોધમાર વરસાદ શરૂ થઈ જતા તેઓનો સામાન ખસેડવામાં લાગી ગયા હતા. કેટલીય સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો તેમજ માર્ગો ઉપર પાણી ફરી વળતા લોકોની મુશેકલીઓનો પાર રહ્યો ન હતો. જ્યારે શેરી ગરબા આયોજકોમાં દોડધામ મચી ગઇ હતી.

shahrukh 3 ત્રીજા નોરતે વરસાદની ભારે રમઝટ, એક કલાકમાં જ સવા ત્રણ ઇંચ વરસાદ

અંકલેશ્વરમાં માત્ર એક કલાકમાં 83 મિમી વરસાદ ઝીકાય જતાઆ વેપારીઓ સહિત રહીશોના જીવ અઘ્ધર થઈ ગયા હતા. વરસાદી પાણીના ભરાવાને લઈ દોડધામ મચી ગઇ હતી. ભરૂચમાં પણ 17 મિમી વરસાદ ગણતરીના સમયમાં ખાબકી જતા વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું.

અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં સતત ત્રીજા વર્ષે મોસમનો 108 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 150 % વરસાદ નોંધાયો છે. હજી પણ હવામાન વિભાગ તરફથી 12 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી વ્યક્ત કરાઇ હોય ખેડૂતો, ખેલૈયાઓ, ગરબા આયોજકો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો ચિંતામાં મુકાયા છે.

ગાંધીનગર / માસુમ બાળકને તરછોડનાર માતાપિતાની મળી આવી ભાળ, આ કારણોસર તરછોડ્યું હતું બાળક

ડ્રગ્સ કેસ / NCBએ શાહરૂખ ખાનના ડ્રાઈવરને પાઠવ્યું સમન્સ,  આર્યન વિશે કરશે પૂછપરછ 

ભુજ / લગ્નનો વાયદો કરી કોન્સ્ટેબલે મહિલા પોલીસકર્મી સાથે અલગ-અલગ જગ્યાએ આચર્યું દુષ્કર્મ