Not Set/ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની બઘડાટી યથાવત

  હવામાન વિભાગે આગાહી કરી છે કે સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદ યથાવત રહેશે. જયારે અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની બઘડાછટી શરુ જ રહેશે. જયારે ગુજરાતમાં ભારે માત્રામાં વરસાદ યથાવત રહેવાના કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મામલે અધિકારીઓને જણાવ્યું છે કે વરસાદની દુર્ઘટનાઓ માટે પૂર્વ તૈયારીઓ રાખવા માટે […]

Top Stories Gujarat
p 749440168 0 large ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની બઘડાટી યથાવત

 

હવામાન વિભાગે આગાહી કરી છે કે સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદ યથાવત રહેશે. જયારે અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની બઘડાછટી શરુ જ રહેશે.

જયારે ગુજરાતમાં ભારે માત્રામાં વરસાદ યથાવત રહેવાના કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મામલે અધિકારીઓને જણાવ્યું છે કે વરસાદની દુર્ઘટનાઓ માટે પૂર્વ તૈયારીઓ રાખવા માટે સૂચના આપી હતી.

લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સરકાર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના નામે હવાઈ કિલ્લાઓ જ બનાવવામાં આવ્યા છે. લોકોને ભારે માત્રામાં વરસાદ પાડવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે જનજીવન ખોરવવાથી વિજય રૂપાણીએ આ સૂચના આપી છે.

p 749440168 0 large 1 ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની બઘડાટી યથાવત

મેઘરાજાએ પાછલા ઘણા દિવસોથી ભારે બેટિંગ કરી છે. જેના આંકડાઓ અને માત્રને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આગાહી કરી છે કે સમગ્ર ગુજરાતમાં ભારે માત્રામાં વરસાદ પડી શકે એમ છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે.