Weather News/ ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી

આગામી પાંચ દિવસ 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ,….

Top Stories Gujarat Breaking News
Image 2024 06 16T094351.000 ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી

Gujarat Weather News: રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક વરસાદ પડવાની  આગાહી કરી છે.

ગુજરાતમાં વરસાદ ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે. IMDની આગાહી મુજબ રાજ્યના અનેક સ્થળોએ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. ગઈકાલે 33 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભાવનગરના ગારિયાધર-જેસરમાં 1.8 ઈંચ, સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.5 ઈંચ, લખતરમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આગામી પાંચ દિવસ 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, બોટાદ. 17 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, દા.ન.હ., ગીર સોમનાથ. 18-19 જૂને ભરૂચ સુરત, ડાંગ, નવસારી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર. 20 જૂને વસલાડ, દમણ, દા.ન.હ., વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક વરસાદ પડવાની  આગાહી કરી છે. 24 કલાકમાં ચોમાસુ સક્રિય થઈને રાજ્યમાં આગળ વધશે. 17 જૂનથી 22 જૂન સુધીમાં ભારે પવનો  ફૂંકાશે સાથે રાજ્યનાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે. આજે મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘરાજા આગમન કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો