Not Set/ ડભોઇ પંથકમાં પાંચ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી, અનેક લોકો ફસાયા

ડભોઈ પંથકમાં 5 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં દંગીવાડા, પ્રયાગપુરા, નારણપુરા, વિરપુરાં, બાંબોજ, કરાલી પૂરા, કબિરપુરા, ગોવિંદપુરા,લુનાદરા, અમરેશ્વર સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો શહેરમાં ભારે વરસાદ પડતાં શહેરની સ્થિતિ કફોડી બની ગઈ છે. જનજીવન અસ્તવ્યત થઇ ગયું છે. સમગ્ર પંથકમાં આભ ફાટ્યું […]

Gujarat Others
dabhoy ડભોઇ પંથકમાં પાંચ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી, અનેક લોકો ફસાયા

ડભોઈ પંથકમાં 5 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં દંગીવાડા, પ્રયાગપુરા, નારણપુરા, વિરપુરાં, બાંબોજ, કરાલી પૂરા, કબિરપુરા, ગોવિંદપુરા,લુનાદરા, અમરેશ્વર સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો શહેરમાં ભારે વરસાદ પડતાં શહેરની સ્થિતિ કફોડી બની ગઈ છે. જનજીવન અસ્તવ્યત થઇ ગયું છે. સમગ્ર પંથકમાં આભ ફાટ્યું હોવાની સ્થિતિને પગલે નદી, નાળા તેમજ તળાવો છલકાઇ ગયા છે.  1000 હેકટર કરતા પણ જમીનમાં પાણી ફરી વળતા લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. પાણીમાં ફસાયેલા લોકોને બચાવી સલામત સ્થળો પર દોરી જવા માટે NDRF અને સ્થાનિક બચાવ અને રાહતની ટીમો કામે લાગી ગઇ છે. સમગ્ર મામલે જોતા પહેલા વરસાદ ન આવવાથી અને હોલ વરસાદ વધારે આવવાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હોવાનું સામે આવી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન