અકસ્માત/ યમુના એકસપ્રેસ પર અકસ્માત સર્જાતા પાંચ લોકોનાં મોત,બસ ડિવાઇડર તોડીને કાર સાથે અથડાઇ

શુક્રવારે સવારે યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં બસ ડ્રાઇવર સહિત પાંચ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ

India
યમુના એકસપ્રેસ પર અકસ્માત સર્જાતા પાંચ લોકોનાં મોત,બસ ડિવાઇડર તોડીને કાર સાથે અથડાઇ

શુક્રવારે સવારે યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં બસ ડ્રાઇવર સહિત પાંચ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર એક તરફ લાંબો જામ થઈ ગયો હતો

મળતી માહિતી મુજબ, આજે સવારે આગ્રાથી નોઈડા જઈ રહેલી બસ મથુરાના થાણા નૌઝીલ વિસ્તારમાં માઈલ સ્ટોન 71 પાસે ડિવાઈડર તોડીને બીજી તરફ ગઈ અને જોરદાર ધડાકા સાથે સામેથી આવતી ફોર્ડ એન્ડેવર કાર સાથે અથડાઈ હતી આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.  બસ ડ્રાઇવર પઠાણકોટ નિવાસી બલવંત સિંહનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

આ સાથે આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી કારમાં સવાર લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

એસપી દેહત શ્રીચંદે જણાવ્યું કે ખાલી બસ આગ્રાથી નોઈડા જઈ રહી હતી. નિંદ્રાના કારણે બેકાબૂ બનેલો બસ ડ્રાઈવર નોઈડાથી આગ્રા બાજુ પહોંચ્યો હતો અને કારને ટક્કર માર્યા બાદ પલટી ગયો હતો. કારમાં સવાર ચાર લોકોના મોત થયા છે. કાર સવારો ગાઝિયાબાદથી આવી રહ્યા હતા. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.