Not Set/ લંડનમાં મુસ્લિમ પરિવારના પાંચ સભ્યોને ટ્રકે હડફેટમાં લીધા,કેનેડા પ્રધાનનો નિવેદન આંતકી હુમલો

મુ્સ્લિમ પરિવારના ચાર લોકોને ટ્રકથી ઉડાવી દેવામાં આવ્યા

World
caneda લંડનમાં મુસ્લિમ પરિવારના પાંચ સભ્યોને ટ્રકે હડફેટમાં લીધા,કેનેડા પ્રધાનનો નિવેદન આંતકી હુમલો

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડોએ મંગળવારે જણાવ્યું હતું કે લંડનના ઓટારિયોમાં મુસ્લિમ પરિવારના ચાર સભ્યોની મોત એક આંતકી હુમલાની જેમ છે.હાઉસ ઓફ કોમન્સમાં પોતાના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડોએ કહ્યું કે જે હુમલામાં પાંચ લોકોને કાળા રંગની ટ્રકે ઉડાવી દીધા તે અતિ ભયાનક અને ધિક્કારપાત્ર હિંસા છે. આ દુર્ઘટના નથી આ એક આંતકી હુમલો હતો .નફરતથી પ્રેરિત અમારા એક સમુદાયના દિલ પર કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ગત રવિવારે કેનેડાના રહેવાવાળા 20 વર્ષના યુવકે 5 લોકોને એ સમયે ઉડાવી દેવામાં આવ્યા જ્યારે તેઓ સડક પાર કરવાની રાહ જોતા હતા.પોલીસના જણાવ્યા અનુસાર તપાસકર્તાઓને વિશ્વાસ છે કે આ જાણી જોઇને કરવામાં આવ્યું હતું.ઇસ્લામ સાથે જોડાયેલા હોવાથી તેમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. પોલીસે એ પણ સાફ કરી દીધું છે કે પીડિતો અને સંદિગ્ધ યુવકના વચ્ચે કોઇ સંબધ ન હતો તે એકબીજાને જાણતા ન હતાં.

20 વર્ષીય શંકાસ્પદ હુમલાખોર નાથનીએલ વેલ્ટમેન પર હત્યાના ચાર ગુનાઓ અને હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં મૃત્યુ પામેલા ચાર લોકોમાં 46 વર્ષીય સલમાન અફઝલ, 44 વર્ષીય તેની પત્ની મદીહા સલમાન, તેની 15 વર્ષની પુત્રી યમના અફઝલ અને સલમાન અફઝલની 74 વર્ષની માતા શામેલ છે. સલમાન અફઝલના 9 વર્ષના પુત્ર ફૈઝ અફઝલને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મંગળવારે પીડિત પરિવારના સભ્યોએ એક નિવેદન જારી કરીને લોકોને નફરત અને ઇસ્લામોફોબીયા સામે ઉભા રહેવાની અપીલ કરી હતી. નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે આ આતંકવાદી ઘટનાને અંજામ આપનારા યુવાનો એક સંસ્થા દ્વારા પ્રભાવિત હતાે અને તે તેની સાથે સંકળાયેલા હતાે. આપણે નફરત અને ઇસ્લામોફોબિયા સામે ઉભા રહેવું પડશે અને આપણા સમુદાયને જાગૃત કરવું પડશે