સહાય/ જામનગરથી ઓક્સિજનની પાંચ ટેન્કર દિલ્હી જવા રવાના

લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી માટે માલગાડી દ્ધારા મોકલવામાં આવ્યો છે

Gujarat
રરરરરર જામનગરથી ઓક્સિજનની પાંચ ટેન્કર દિલ્હી જવા રવાના

કોરોનાનો કહેર જે રીતે વધી રહ્યો છે, તે જોતા હવે વધુને વધુ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.  ખાસ કરીને દર્દીઓ માટે ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે. આવા સમયે જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરી દ્વારા દરરોજ 700 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. એટલુ જ નહીં ઓક્સિજનની પાંચ ટેન્કર એટલે કુલ 103.64 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી માટે માલગાડી દ્ધારા મોકલવામાં આવ્યો છે.

કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે આજે હાપાથી દિલ્હી કેન્ટ ઓક્સિજનના ટેન્કર મોકલવામાં આવ્યા હતાં. જામનગર રિલાયન્સ રિફાઇનરી દ્વારા 5 ઓક્સિજન ટેન્કર દ્ધારા કુલ 103.64 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી માટે માલગાડીમાં મોકલવામાં આવ્યો છે. આ ટ્રેન 1230 કિમીનું અંતર કાપી દિલ્હી પહોંચશે. ભારતીય રેલવે લિક્વિડ મેડિકલ ઓક્સિજનના ઝડપી પરિવહન દ્વારા ઓક્સિજન પહોંચાડવાની કાર્યવાહી કરી રહ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા હાપાથી આજે સવારે 4.40 વાગ્યે દિલ્હી માટે ઓક્સિજન ટેન્કરની માલગાડી રવાના કરાઇ હતી. આ ઓક્સિજનની સપ્લાય દિલ્હી અને આસપાસની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગમાં લેવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ રેલવે દ્વારા હાપાથી 4થી ઓક્સિજન ટ્રેન રવાના કરાઇ હતી. કોરોના કાળ દરમિયાન દેશમાં ઓક્સિજનની અછત ઉભી થઇ રહી છે. ત્યારે, જામનગર સ્થિત રિલાયન્સમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સમાં રોજ 700 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.