Accident/ ધંધુકા બગોદરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે બાળકો સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે મોત

વાહન ચાલકો બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારતા હોયછે અને ટ્રાફિકના નિયમો નેવે મૂકતા હોય છે જેના લીધે અકસ્માત થતા હોય છે.

Top Stories Gujarat
2 33 ધંધુકા બગોદરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે બાળકો સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે મોત
  • ધંધુકા બગોદરા રોડ ગમખ્વાર અકસ્માત
  • ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત
  • બે બાળકો સહિત 5 લોકોના મોત
  • હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત
  • તમામ મૃતકો ધંધુકાના ઝિઝર ગામના વતની

ગુજરાતમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. વાહન ચાલકો બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારતા હોયછે અને ટ્રાફિકના નિયમો નેવે મૂકતા હોય છે તેના લીધે અકસ્માત થતા હોય છે. ધંધુકા બગોદરા રોડ પર અવાર નવાર અકસ્માત સર્જાય છે, ધંધુકા  બંગોદરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 5 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં બે બાળકો સહિત 5ના મોત નિપજયા છે. આ અકસ્માત હરિપુરા પાટિયા નજીક થયો હતો .આ અકસ્માત થતા આઝુબાજુના લોકો બચાવ કામગીરી દોડી આવ્યા હતા અને સત્વરકે પોલીસને જાણ કરી હતી,પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃચદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ તમામ મૃતકો ધંધુકાના ઝિઝર ગામના વતની છે.

પોલીસે અક્સમાતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, હાલ પોલીસે ગુનોં નોંધીને ટ્રક ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.