ફરાર/ ચિતોડગઢ કોવિડ સેન્ટરમાંથી પાંચ કેદીઓ ફરાર

કોવિડ સેન્ટરમાંથી પાંચ કેદીઓ ભાગી ગયા છે

India
જદગમા ચિતોડગઢ કોવિડ સેન્ટરમાંથી પાંચ કેદીઓ ફરાર

રાજસ્થાન જીલ્લાના ચિતોડગઢના  કોવિડ સેન્ટરમાંથી પાંચ કેદીઓ ભાગી ગયા છે. આજે સવારે  આ બનાવની  જાણ થતા તંત્રએ તપાસ ચાલુ કરી હતી.  પ્રશાસન અધિકારીઓ  તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા.

આજે વહેલી સવારે લગભગ 4.30 વાગ્યે, કોવિડ સેન્ટરના છતનો દરવાજો ખોલી અને અગાસીના રસ્તે કેદીઓ ભાગી ગયા હતા. સીક્યુરીટી ગાર્ડને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે  ઉચ્ચ અધિકારીઓને જાણ કરી.  ઉપરાંત તાત્કાલિક શહેરમાં નાકાબંધી શરૂ કરી દીધી પરંતુ કેદીઓ હજુ સુધી મળ્યા નથી.

શ્રી સાંવલિયાજીને સરકારી જનરલ હોસ્પિટલમાં સિટી કાઉન્સિલ દ્વારા અગાસીમાં એક રૂમ બનાવવામાં આવ્યો હતો. અહીંયા એવા કેદીઓને રાખવામાં આવતા હતા જેમનો કોરોના ટેસ્ટનો રીપોર્ટ આવવાનો બાકી હોય. ક્યારે અહીંયા કોરોના પોઝિટિવ કેદીઓને પણ રાખવામાં આવતા હતા. આ રૂમના સામે પોલીસની હંગામી ચોકી પણ બનાવવામાં આવી હતી.  છતા કેદીઓ ભાગી છુટ્યા છે.