Not Set/ ઉડતા પંજાબ/ બોર્ડર રેન્જે ટાસ્ક ફોર્સે અધધધ 200 કિલો હેરોઇન પકડ્યું

વારંવાર દુશ્મન દેશમાંથી નશીલા અને યુવા પેઢીને ખતમ કરનારા ડ્રગ્સની ખેપો ભારતમાં મોકલવામાં આવે છે. ખાસ કરીને પંજાબ – પાકિસ્તાનથી કરવામાં આવતી ડ્રગ્સની તસ્કરી માટે સ્વર્ગ માનવામાં આવે છે. અને માટે જ ઉડતા પંજાબ નું ફક્ત ઉચ્ચારણ કરવાથી બીજી કોઇ હકીકતો બતાવવાની જરુર રહેતી નથી. બસ આજ તર્જ પર ફરી એકવાર પાકિસ્તાન- પંજાબની સરહદેથી ભારે […]

Top Stories India
udata panjab ઉડતા પંજાબ/ બોર્ડર રેન્જે ટાસ્ક ફોર્સે અધધધ 200 કિલો હેરોઇન પકડ્યું

વારંવાર દુશ્મન દેશમાંથી નશીલા અને યુવા પેઢીને ખતમ કરનારા ડ્રગ્સની ખેપો ભારતમાં મોકલવામાં આવે છે. ખાસ કરીને પંજાબ – પાકિસ્તાનથી કરવામાં આવતી ડ્રગ્સની તસ્કરી માટે સ્વર્ગ માનવામાં આવે છે. અને માટે જ ઉડતા પંજાબ નું ફક્ત ઉચ્ચારણ કરવાથી બીજી કોઇ હકીકતો બતાવવાની જરુર રહેતી નથી. બસ આજ તર્જ પર ફરી એકવાર પાકિસ્તાન- પંજાબની સરહદેથી ભારે માત્રામાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘૂસાડવાની કોશિશ કરવામાં આવી રહી હતી, જો કે આ કોશિશ ઉપર ભારતની સુરક્ષા એજન્સીએ પાણી ફેરવી દીધું છે.

પંજાબમાં વિશેષ ટાસ્ક ફોર્સ (બોર્ડર રેન્જે) દ્વારા અમૃતસરમાંથી લગભગ 200 કિલો હેરોઇનનો જથ્થો કબજે કરી 4 લોકોને ધરપકડ કરવામાં આવી છે. એસટીએફના ડીએસપી વાવિંદર મહાજન કહે છે, “ઘણા દિવસોથી ઓપરેશન ચાલી રહ્યું હતું. એક મહિલા સહિત ચાર લોકોની આ મામલે માલ(હેરોઇન) સાથે ધરપકડ કરવામાં આવી છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.