Not Set/ અમાવસ્યાનો ઉપવાસ કરે છે પિતૃને તૃપ્ત અને પ્રસન્ન, જાણો 8 કામની વાતો

હિન્દુ ધર્મમાં અમાસ ખૂબ મહત્વપૂર્ણ છે. આ જાતકો કે જેને પિતૃદોષ હોય એ લોકોએ અમાસનો ઉપવાસ અવશ્ય કરવો જોઇએ. આ ઉપવાસથી તેમના પિતૃ તૃપ્ત થાય છે અને ધરેલા કામમાં સફળતા મળે છે. 1). પ્રાચીન શાસ્ત્રો અનુસાર અમાસની તિથિના સ્વામી છે પિતૃદેવ, આથી પિતૃની તૃપ્તિ માટે આ તિથીનું વિશેષ મહત્વ છે. 2). હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું અધિક […]

Navratri 2022
shraddh pitra tarpan 1782419 835x547 m અમાવસ્યાનો ઉપવાસ કરે છે પિતૃને તૃપ્ત અને પ્રસન્ન, જાણો 8 કામની વાતો

હિન્દુ ધર્મમાં અમાસ ખૂબ મહત્વપૂર્ણ છે. આ જાતકો કે જેને પિતૃદોષ હોય એ લોકોએ અમાસનો ઉપવાસ અવશ્ય કરવો જોઇએ. આ ઉપવાસથી તેમના પિતૃ તૃપ્ત થાય છે અને ધરેલા કામમાં સફળતા મળે છે.

1). પ્રાચીન શાસ્ત્રો અનુસાર અમાસની તિથિના સ્વામી છે પિતૃદેવ, આથી પિતૃની તૃપ્તિ માટે આ તિથીનું વિશેષ મહત્વ છે.
2). હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું અધિક મહત્વપૂર્ણ સ્થાન છે.
3). અમાસનો દિવસ પિતૃને શ્રદ્ધા ભાવ થઈ એમનો શ્રાદ્ધ કરવા માટે ખૂબ શુભ હોય છે.
4). આ દિવસે ઘણાં જાતકો પોતાનાં પિતૃની શાંતિ માટે હવન, બ્રાહ્મણ ભોજન વગેરે કરાવે છે અને સાથે જ દાન દક્ષિણા પણ કરે છે.
5). જે વ્યક્તિઓની કુંડળીમાં પિતૃદોષ હોય, સંતાનહીન યોગ બની રહ્યો હોય અથવા નવમ ભાવમાં રાહુ નીચની સ્થિતમાં હોય, એ વ્યક્તિઓએ અમાસ પર ઉપવાસ અવશ્ય રાખવો જોઇએ.
6). અમાસનો ઉપવાસ કરવાથી મનગમતા ઉદ્દેશ્યની પ્રાપ્તિ થાય છે.
7). વિષ્ણુ પુરાણ મુજબ અમાસનો ઉપવાસ શ્રદ્ધા ભાવથી રાખવાથી માત્ર પિતૃગણ જ તૃપ્ત નથી થતાં પરંતુ બ્રમ્હા, ઇન્દ્ર, રુદ્ર,
અશ્વિની કુમાર, સૂર્ય, અગ્નિ, અષ્ટવસુ, વાયુ, વિશ્વદેવ, ઋષિ, મનુષ્ય, પશુ પક્ષી અને સરીસૃપ વગેરે સમસ્ત ભૂત પ્રાણી પણ તૃપ્ત
થઈને પ્રસન્ન થાય છે.
8). શાસ્ત્રો મુજબ એવું મનાય છે કે દેવોથી પહેલાં પિતૃને પ્રસન્ન કરવા જોઈએ, ત્યારે જ કોઈ પણ પૂજનનું ધારેલું ફળ પ્રાપ્ત થાય
છે.