Tech News/ ચોમાસામાં ટ્રાફિક જામથી બચવું છે તો આ ટિપ્સ અનુસરો

સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામની હોય છે. આને કારણે નોંધપાત્ર સમયનો બગાડ થાય છે, પરંતુ જામમાં અટવાને કારણે ચિડિયાપણું પણ થાય છે. આ કેટલીક ટિપ્સ તમને ટ્રાફિક જામના ત્રાસથી બચાવી શકે છે.

Top Stories Tech & Auto
Monsoon Traffic Jam

Monsoon Traffic Jam: ચોમાસામાં રોડ પર સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામની હોય છે. આને કારણે નોંધપાત્ર સમયનો બગાડ થાય છે, પરંતુ જામમાં અટવાને કારણે ચિડિયાપણું પણ થાય છે. આ કેટલીક ટિપ્સ તમને ટ્રાફિક જામના ત્રાસથી બચાવી શકે છે.

ગૂગલ મેપની મદદ લેવી ફાયદાકારક

ચોમાસામાં પણ જરૂરી કામ માટે બહાર જવુ પડે છે. વરસાદ પડે તો જામમાં અટવાવું પડે છે. આવી સ્થિતિમાં જામથી બચવા માટે તમે ગૂગલ મેપની મદદ લઈ શકો છો. જતી વખતે Google Maps પર તમારું ડેસ્ટિનશન દાખલ કરો. ગૂગલ મેપ્સ તમને રૂટ બતાવશે. આમાં તમારે ચેક કરવું જોઈએ કે કયો રૂટ જામ છે અને કયા રૂટ પરથી પસાર થવામાં ઓછો સમય લાગશે.

રેડ ઝોન પર જવાનું ટાળો

ગૂગલ મેપ પર જ્યાં લાલ રંગ દેખાશે તે રૂટ પર જવાનું ટાળો, કારણ કે ત્યાં તમારા સમય બગડી શકે છે. જામથી બચવા માટે ગુગલ મેપ પર અન્ય રૂટ પણ દેખાશે. તમને એક રૂટ વાદળી પણ દેખાશે. તમે આ અલ્ટરનેટિવ રૂટનો ઉપયોગ કરી શકો છો.

તમે ગૂગલ મેપની મદદથી તમારો સમય બચાવી શકો છો

જો કે, આ માર્ગ સામાન્ય માર્ગ કરતાં થોડો લાંબો હોઈ શકે છે, પરંતુ જો તેના પર કોઈ જામ ન હોય તો તે તમારો સમય બચાવી શકે છે. આ જ કારણ છે કે વરસાદની મોસમમાં ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દેશમાં ચોમાસું પહોંચી ગયું છે. દેશના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હાલના દિવસોમાં વરસાદના કારણે રોડ જામની તસવીરો અને સમાચારો સામાન્ય છે.

આ પણ વાંચો: viralnews/ ચીનમાં તપાસ ટીમે શોધી કાઢી બીજી દુનિયા, લોકોએ કહ્યું કે આનો કોઈ અંત જ નથી

આ પણ વાંચો: SpiceJet/ ફરી એકવાર સ્પાઈસજેટના વિમાનમાં સર્જાઈ ખામી, 24 દિવસમાં નવમી ઘટના