Recipe/ ઘરે જ સોફ્ટ દાળવડા બનાવવા અપનાવો આ ટિપ્સ…..

જો ગરમાગરમ દાળવડા નાસ્તામાં મળી જાય તો તેની મજા જ અલગ હોય છે.

Food Lifestyle
Untitled 59 4 ઘરે જ સોફ્ટ દાળવડા બનાવવા અપનાવો આ ટિપ્સ.....

હાલમાં ગુજરાતમાં ધુમ્મસ અને માવઠાનો માહોલ બની રહ્યો છે ત્યારે જો ગરમાગરમ દાળવડા નાસ્તામાં મળી જાય તો તેની મજા જ અલગ હોય છે.મોટાભાગે લોકો તૈયાર ખીરું લઈ આવે છે કે પછી તૈયાર દાળવડાની મજા માણે છે. આજે અમે આપને સરળ બતાવી રહ્યા છે. જેની મદદથી તમે ઘરે જ રૂ જેવા પોચા દાળવડા ઘરે જ બનાવી શકો છો.

Untitled 59 5 ઘરે જ સોફ્ટ દાળવડા બનાવવા અપનાવો આ ટિપ્સ.....

સામગ્રી

  • 250 ગ્રામ મગની લીલી દાળ
  • 1/2 ચપટી હિંગ
  • 1/2 ચમચી આદુંની પેસ્ટ
  • 4થી5 મરચાં
  • 1 ડુંગળી લાંબી સમારેલી
  • 25 ગ્રામ લાલ મરચું
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ તળવા માટેપહેલા મગની ફોતરાં વાળી એટલે કે લીલી દાળને રાતે પલાળી દો. 4-5 કલાક પલાળી રાખ્યા બાદ તેને ઘસીને ધોઈ લો. જેથી તેના મોટાભાગના છોતરા નીકળી જશે. સવારે તેને મિક્સરમાં અધકચરી વાટી લો અને તેમાં થોડું મીઠું ઉમેરો. હવે આદુંની પેસ્ટ, ઝીણા સમારેલા મરચાં અને હિંગને મિશ્રણમાં ઉમેરી લો. હવે જે દાળવડાના મિશ્રણનું ખીરું તૈયાર છે તેમાંથી દાળવડા ઉતારવાની તૈયારી કરો. આ સમયે જે તેલ ગરમ થયું છે તેમાંથી એક ચમચો ગરમ તેલ આ ખીરામાં મિક્સ કરી લો. ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક પછી એક દાળવડા હાથથી મૂકતા જાઓ. ધીમા તાપે તેને ગોલ્ડન બ્રાઉન થવા દો. હવે તેલમાંથી કાઢીને મરચાં અને ડુંગળી સાથે ગરમાગરમ દાળવડા પીરસો. જો તમે ઈચ્છો તો સાથે મસાલા વાળી ચાની મજા પણ લઈ શકો છો.