VMC-Flyover/ ભારે વિરોધના પગલે વડોદરા મ્યુનિ. કોર્પો.એ છ ફ્લાયઓવરની દરખાસ્ત અટકાવી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની સ્ટેન્ડિંગ કમિટીએ ગુરુવારે શહેરમાં ફ્લાયઓવર માટેની છ દરખાસ્તો અટકાવી દીધી હતી. કમિટી તે સ્થળોની મુલાકાત લીધા બાદ પ્રોજેક્ટ્સ અંગે નિર્ણય લેશે જ્યાં આ નિર્માણ કરવાની દરખાસ્ત છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 03 08T163139.390 ભારે વિરોધના પગલે વડોદરા મ્યુનિ. કોર્પો.એ છ ફ્લાયઓવરની દરખાસ્ત અટકાવી

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની સ્ટેન્ડિંગ કમિટીએ ગુરુવારે શહેરમાં ફ્લાયઓવર માટેની છ દરખાસ્તો અટકાવી દીધી હતી. કમિટી તે સ્થળોની મુલાકાત લીધા બાદ પ્રોજેક્ટ્સ અંગે નિર્ણય લેશે જ્યાં આ નિર્માણ કરવાની દરખાસ્ત છે. સમિતિએ સમા (એબેકસ) સર્કલ, વૃંદાવન ચોકડી, સરદાર એસ્ટેટ ચોકડી, ખોડિયારનગર ચોકડી, સન ફાર્મા રોડને ભાયલીથી જોડતા રોડ પર કેનાલની ઉપર અને વાસણા ચોકડી પર ફ્લાયઓવરની દરખાસ્તો હાથ ધરી હતી.

આ પ્રોજેક્ટ સામે પહેલેથી જ કેટલાયના ભવાં વંકાયેલા છે, કારણ કે કોર્પોરેશને આ છ ફ્લાયઓવર પાછળ અંદાજ કરતાં 32% વધુ રકમ ખર્ચવાની દરખાસ્ત મૂકી છે. આ ફ્લાયઓવર પર કુલ રૂ. 386.25 કરોડનો ખર્ચ થશે.

વિપક્ષ પહેલાથી જ પ્રોજેક્ટ્સ સામે વાંધો ઉઠાવી ચૂક્યો છે અને કોન્ટ્રાક્ટ ન આપવો જોઈએ તેવું મેમોરેન્ડમ રજૂ કર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિ આવતા અઠવાડિયે બેઠક પહેલાં સાઇટ્સની મુલાકાત લેશે અને પછી પ્રોજેક્ટ્સ પર નિર્ણય લેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અંદાજ કરતાં વધુ રકમ VMCએ પોતે વહન કરવી પડશે. આમ ફ્લાયઓવરની રાહ જોઈને બેઠેલા આ વિસ્તારોએ હવે લાંબા ઇંતેજાર માટે તૈયાર રહેવું પડશે. આ દરમિયાન ફ્લાયઓવરનો ખર્ચ પણ વધી જાય તેમ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય આ દરખાસ્ત અટકતા હવે આ ફ્લાયઓવર આકાર લેશે કે કેમ તે મોટો સવાલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ