Eng Vs Nz/ ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ તૂટ્યો, પ્રથમવાર ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 1000 રન

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી આ ટેસ્ટમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી 1000 હજારથી વધુ રન બનાવ્યા હતા. 1877થી રમાઈ રહેલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસ

Top Stories Sports
ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ: બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે રોમાંચક જીત નોંધાવી હતી. તેને છેલ્લા દિવસે ન્યૂઝીલેન્ડ તરફથી 72 ઓવરમાં 299 રનનો ટાર્ગેટ મળ્યો. બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ટીમ માત્ર 50 ઓવરમાં જ જીતી ગઈ હતી. એટલે કે દરેક ઓવરમાં 6 રન થયા અને રમતમાં 22 ઓવર બાકી હતી. ટેસ્ટમાં 200થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ટીમ માટે આ શ્રેષ્ઠ રન-રેટ છે. જોની બેયરસ્ટોએ વિસ્ફોટક ઇનિંગ રમી અને માત્ર 92 બોલમાં 136 રન બનાવ્યા. તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો. સ્ટોક્સ 70 બોલમાં 75 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે ટીમે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. કેપ્ટન તરીકે બેન સ્ટોક્સની આ પ્રથમ ટેસ્ટ શ્રેણી પણ છે.

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી આ ટેસ્ટમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી 1000 હજારથી વધુ રન બનાવ્યા હતા. 1877થી રમાઈ રહેલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટેસ્ટમાં બાઉન્ડ્રીથી 1000 રન બનાવ્યા છે. આ મેચમાં 225 ફોર અને 24 સિક્સર ફટકારી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ તૂટી ગયો છે. આ પહેલા 2004માં સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટમાં બાઉન્ડ્રીથી 976 રન બનાવ્યા હતા. તે મેચમાં 238 ચોગ્ગા અને 4 છગ્ગા હતા. જોકે આ મેચ ડ્રો રહી હતી.

મેચમાં કુલ 1675 રન બનાવ્યા હતા. આ ઈંગ્લેન્ડમાં ટેસ્ટમાં બીજા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. આ પહેલા 1948માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં 1723 રન બનાવ્યા હતા. એટલે કે 74 વર્ષ પછી આવું બન્યું છે. મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 553 અને બીજી ઇનિંગમાં 284 રન બનાવ્યા હતા. આ સાથે જ ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 539 રન અને બીજા દાવમાં 5 વિકેટે 299 રન બનાવ્યા હતા. આ મેચમાં 5 સદી હતી. ડેરીલ મિશેલે સૌથી વધુ 190 રનની ઇનિંગ રમી હતી.

આ સિરીઝ ઈંગ્લેન્ડ માટે મહત્વની હતી કારણ કે આ પહેલા જો રૂટે એશિઝ સિરીઝમાં ખરાબ પ્રદર્શન અને વેસ્ટ ઈન્ડિઝ સામેની હાર બાદ સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું. તેના સ્થાને બેન સ્ટોક્સને આ જવાબદારી મળી છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમની ઇંગ્લિશ ટેસ્ટ ટીમના નવા કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જીત બાદ તેણે કહ્યું કે સ્ટોક્સની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. શ્રેણીની અંતિમ મેચ 23 જૂનથી લીડ્ઝમાં રમાશે. આ પહેલા ટીમ નેધરલેન્ડ સામે 3 મેચની વનડે સીરીઝ રમશે.

આ પણ વાંચો: વિકાસ/ 4G કરતા 10 ગણું ઝડપી 5G ટૂંક સમયમાં આવશે : કેબિનેટે સ્પેક્ટ્રમની હરાજીને આપી મંજૂરી