રાજકોટ/ દેશભરમાં પ્રથમવાર રાજકોટ મહાપાલિકા દ્વારા તમામ સેવાઓ હવે વોટ્સએપ પર આપશે

વોટ્સએપ પર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મેળવવી નાગરીકો માટે ખુબજ શરળ બનશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા એક નંબર જાહેર કરવામા આવશે. જે નંબર પર તમામ સેવાઓ મળી રહેશે.

Gujarat Rajkot

હવે લોકોએ કોર્પોરેશને જવું નહીં પડે  તેમજ લાંબી લાઈનોમાથી મુક્તિ  મેળવી શકશો. મહત્વનુ છે કે   ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં આ અંગેની ઘોષણા કરાયા બાદ હવે કોર્પોરેશન ઓન વોટ્સએપ પ્રોજેક્ટ સાકાર થવા તરફ આગળ વધી રહ્યો છે. ખૂબ જ નજીકના દિવસોમાં રાજકોટવાસીઓને પ્રોપર્ટી ટેક્સ, વોટર ચાર્જીસ, પ્રોફેશનલ્સ ટેક્સ અને જન્મ-મરણના પ્રમાણપત્ર વોટ્સએપના માધ્યમથી મળવા લાગશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમય અને આધુનિક ટેકનોલોજી સાથે તાલ મીલાવી શહેરીજનોને ઝડપી અને પારદર્શક સેવાઓ મળી રહે તે માટે ઇ-ગવર્નન્સના પ્રોજેકટ હેઠળ મહાનગરપાલિકાની અલગ અલગ સેવાઓને મહાનગરપાલિકાની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન કરવામાં આવી છે.

આ પણ  વાંચો:Video / હાઈ હીલ્સમાં લથડ્યા મલાઈકા અરોરાના પગ, જુઓ વીડિયો

હાલમાં વોટ્સએપએ વિશ્વભરમાં મોબાઈલમાં સૌથી વધારે વપરાતી ચેટ એપ્લીકેશન છે, જે ઉપયોગમાં ખૂબ જ સરળ છે. વોટ્સએપ લોકોને ટેક્સ્ટ મેસેજ, મલ્ટીમીડિયા મેસેજ, ઓડિયો – વીડીયો ફાઈલો, પીડીએફ ફાઈલો વગેરેની સરળતાથી આપ-લે કરી શકાય તેવી સુવિધા પ્રોવાઈડ કરે છે.

સ્થાયી સમીતી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની તમામ સેવાઓ વોટ્સએપ પર મળી રહેશે તે પ્રકારની જાહેરાત ગત બજેટમાં જાહેર કરેલ છે. આ અંગે મહાનગરપાલિકાનાં આઈટી વિભાગ દ્વારા વોટ્સએપ ઓટોમેટીક ચેટ-બોટ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલ. આ અંગે આ પ્રાકારનાં ચેટબોટ બનાવતી જુદી જુદી કંપની પાસેથી આ અંગેનું એસ્ટીમેટ મંગાવવામા આવેલ જેમા પાર્ટીઓ દ્વારા મહાનગરપાલિકાની તમામ સેવાઓને વોટ્સએપ પર ઇંટીગ્રેટ કરવા માટે અંદાજીત 38 લાખનું ક્વોટેશન આપવામાં આવેલ ત્યાર બાદ આ ડેવલપમેન્ટ ઇનહાઉસ જ કરવા નક્કી કર્યુ અને આ માટે વોટ્સએપ સાથે ઈંટીગ્રેશન માટે જરૂરી વોટ્સએપ બીઝનેસ એપીઆઇ જ વોટ્સએપ દ્વારા ઓથોરાઈઝ્ડ કરવામાં આવેલ હોય એવી પાર્ટી પાસેથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ  પણ વાંચો:echnology / ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ આ રીતે કરો તો તમારો ડેટા સુરક્ષિત રહેશે

આઈટી વિભાગ દ્વારા વોટ્સએપ પર ચેટ બોટ ઈનહાઉસ બનાવવામાં આવેલ છે અને વોટ્સએપ બિઝનેસ એપીઆઇ માટે ટેન્ડર દ્વારા ભાવ મંગાવવામાં આવેલ જેમાં રૂટ મોબાઇલ લીમીટેડ સીલેક્ટ થયેલ છે અને તેઓ દ્વારા વોટ્સએપ બીઝનેસ એપીઆઇ ત્રણ વર્ષ માટે ફ્રીમાં આપવામાં આવેલ છે. જે અંતર્ગત ચેટ બોટ પર કોઈ પણ સીટીઝન દ્વારા મેસેજ કરવામાં આવે અને ચેટ શરૂ કરવામાં આવે તેમાં રાજકોટ મહાનગરપાલિકાને કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહી. આમ આ ચેટ બોટ મહાનગરપાલિકાને ત્રણ વર્ષ માટે વિના મુલ્યે ચાલશે.