Not Set/ આ કારણસર AAPનાં MLA સોમ દત્તને મોકલી દેવામાં આવ્યા તિહાર જેલ

દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમ દત્તને છ મહિના માટે તિહાર જેલમાં મોકલી આપ્યો છે અને મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને નિર્દોષ ઠેરવવા અપીલ નામંજૂર કરી છે. આપને જણાવી દઇએ કે સોમ દત્તને 2015નાં એક કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે સોમ દત્ત દ્વારા પોતે નિર્દોષ હોવાની અપીલ કરી હતી. જે […]

India
som dutt આ કારણસર AAPનાં MLA સોમ દત્તને મોકલી દેવામાં આવ્યા તિહાર જેલ
દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમ દત્તને છ મહિના માટે તિહાર જેલમાં મોકલી આપ્યો છે અને મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને નિર્દોષ ઠેરવવા અપીલ નામંજૂર કરી છે. આપને જણાવી દઇએ કે સોમ દત્તને 2015નાં એક કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે સોમ દત્ત દ્વારા પોતે નિર્દોષ હોવાની અપીલ કરી હતી. જે અપીલ કોર્ટ દ્વારા માન્યન રાખતા નામંજૂર કરવામાં આવતા, સોમ દત્તને 6 મહિના તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે એ પણ પ્રશ્ન થાય કે કોર્ટ દ્વારા તેને 2015માં કયા ગુના સબબ 6 માસની સજા ફટકારવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન MLA સોમ દત્ત અને 50 લોકો ગુલાબ બાગ ગયા હતા અને સંજીવ રાણાના ઘરે સતત ડોર બેલ – ઘંટડી વગાડી હતી. આ પછી જ્યારે સંજીવ રાણાએ તેનો વિરોધ કર્યો ત્યારે ધારાસભ્યના સમર્થકોએ સંજીવ રાણાને કાયદો હાથમાં લઇને માર માર્યો હતો. આ મામલે કોર્ટ દ્વારા  સોમ દત્તને 6 મહિનાની સજા સંભળાવવામાં આવી હતી.

થોડા સમય પહેલા દિલ્હીની કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનોજ કુમારને 3 મહિનાની સજા સંભળાવી હતી. તેને 10,000 રૂપિયા દંડ પણ ફટકાર્યો હતો. જો કે, તેમને તાત્કાલિક જામીન પણ મળી ગયા હતા. મનોજ કુમારને 2013 ની વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ દિલ્હીના કલ્યાણ પુરી વિસ્તારના મતદાન મથક પર ચૂંટણી પ્રક્રિયા ખોરવાતા કોર્ટે દોષી ઠેરવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.