big B/ આ કારણથી હવે પછીથી કોરોનાની કોલર ટ્યુનમાં અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા નહીં મળે

બે ગજની દુરી, માસ્ક છે જરૂરી ‘હવે કોરોના કોલર ટ્યુન પર, તમે આ સંદેશ અમિતાભ બચ્ચનના અવાજમાં નહીં સાંભળી શકો. કોરોનાને સુરક્ષિત કરતી કોલર ટ્યુન હવે બદલાવા જય રહી છે. આવતીકાલે

Top Stories India
1

‘બે ગજની દુરી, માસ્ક છે જરૂરી ‘હવે કોરોના કોલર ટ્યુન પર, તમે આ સંદેશ અમિતાભ બચ્ચનના અવાજમાં નહીં સાંભળી શકો. કોરોનાને સુરક્ષિત કરતી કોલર ટ્યુન હવે બદલાવા જય રહી છે. આવતીકાલે એટલે કે શુક્રવાર, 15 જાન્યુઆરી, અમિતાભ બચ્ચનને બદલે મહિલા કલાકારનો અવાજ કોલર ટ્યુન સાંભળવા મળશે. કોરોના કાળમાં છેલ્લા ઘણા મહિનાઓથી અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોના સંક્રમણ સંબંધિત સંદેશ આપવામાં આવી રહ્યો છે, જેમાં સંદેશમાં અમિતાભ બચ્ચનને બોલતા સાંભળવામાં આવ્યાં છે, લોકોએ કોરોના સંક્રમણથી બચવા પગલાં ભરવા જોઈએ અને શું સાવચેતી રાખવી જોઇએ તે અંગે તેઓના અવાજમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

छह महीने बाद बदली कोरोना की कॉलर ट्यून, अब अमिताभ बच्चन की आवाज में मिलेगा  नया मैसेज - covid 19 caller tune changed on mobile phone now listen to the  new message-mobile

chandigadh / ચંદીગઢ થી હિસાર સુધી માત્ર આટલી મિનિટોમાં સફર કરી શકાશે, એર …

હવે અમિતાભના અવાજની કોલર ટ્યુનને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જ્યારે તમે કોઈને ફોન કરો છો, ત્યારે તમે કોલર ટ્યુનમાં જસલીન ભલ્લાનો અવાજ સાંભળશો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર હવે કોરોના વેક્સિન વિશે જાગૃતિ ફેલાવવા માંગે છે, તેથી અવાજ બદલવામાં આવ્યો છે. નવી કોલર ટ્યુનમાં લોકોને વેક્સિન વિશે જાગૃત કરવામાં આવશે અને સંદેશો આપવામાં આવશે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવામાં ન આવે.કહેવામાં આવી રહ્યું છે કે આ કોલર ટ્યુનને હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં ટ્યુન કરવામાં આવશે. તે જ સમયે, તેમાં સાંભળવા મળતો સંદેશ 30 સેકંડનો હશે. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોનાની શરૂઆત પછી, પ્રથમ અવાજ આપનાર કલાકાર જસલીન ભલ્લાએ કોલર ટ્યુન રેકોર્ડ કરી લીધી છે.

ઉત્તરાયણ / પંરપરા જાળવી રાખતા ગૃહમંત્રી અમિત શાહે ઘાટલોડિયા ખાતે ચગાવી …

આ અરજી દિલ્હી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.

PIL in HC to remove Amitabh Bachchan's voice from caller tune on COVID-19  awareness - cnbctv18.com

નોંધનીય છે કે બિગ બીના અવાજની કોલર ટ્યુનને દૂર કરવા માટે થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોલર ટ્યુનમાં મૂળ કોરોના વોરિયરનો અવાજ હોવો જોઈએ. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચનનો અવાજ કોરોના કોલર ટ્યુનથી દૂર કરવો જોઈએ.

Wow! / રામ સેતુ ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યો તેનું રાજ હવે …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…