Crime/ રાજકોટમાં લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મોરબી રોડ નજીક માર્કેટિંગ યાર્ડની આસપાસ SOG પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમીના આધારે ત્યાંથી પસાર થતી ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની અંદર તપાસ કરતા વિદેશી દારૂની 240 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે કારના ડ્રાઇવરની ધરપકડ કરી […]

Gujarat Rajkot
7 1613544327 રાજકોટમાં લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મોરબી રોડ નજીક માર્કેટિંગ યાર્ડની આસપાસ SOG પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમીના આધારે ત્યાંથી પસાર થતી ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની અંદર તપાસ કરતા વિદેશી દારૂની 240 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે કારના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

પોલીસે જીજે-11એસ-9161 નંબરની ફોર્ચ્યુનર કારમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. કારની અંદરથી મેકડોવેલ્સ કંપનીની 750 એમએલની 1, સુપીરીયર વ્હિસ્કી ઓરીજીનલ ફોર સેલ હરિયાણા ઓન્લી અંગ્રેજીમાં લખેલી 240 બોટલ મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિમત 96 હજાર થાય છે. પોલીસે દારૂનો જથ્થો અને ફોર્ચ્યુનર કાર સહિત 5,96,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ