Not Set/ ગુજરાતના આ શહેરમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ, આગામી પાંચ દિવસ દરમિયાન માછીમારોને ચેતવણી

વાવાઝોડાનો માર વેઠયા બાદ સામાન્ય જનતાથી લઈ અને ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ચોમાસાનો રાજ્યમાં વિધિવત પ્રવેશ થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી ચોમાસું આવી ચૂક્યું છે. ત્યારે

Top Stories Gujarat
રાજયમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની સંભાવના વેધર વોચ ગૃપની ઓનલાઈન બેઠક

વાવાઝોડાનો માર વેઠયા બાદ સામાન્ય જનતાથી લઈ અને ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ચોમાસાનો રાજ્યમાં વિધિવત પ્રવેશ થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી ચોમાસું આવી ચૂક્યું છે. ત્યારે વલસાડના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.આગામી 5 દિવસ દરમ્યાન માછીમારો માટે ચેતવણી અપાઈ છે. 30 જૂન સુધીમાં સમગ્ર રાજયમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે.

આજે સવારથી જ વલસાડમાં ધોધમાર વરસાદ

રાજ્યમાં ચોમાસાનો 6 દિવસ પૂર્વે પ્રવેશ થઈ ગયો છે. આજે સવારથી જ વલસાડમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જોકે, આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વલસાડ અને નવસારી સહિત દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 3 દિવસ અન્ય વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ દરમ્યાન માછીમારો માટે ચેતવણી અપાઈ છે. 30 જૂન સુધીમાં સમગ્ર રાજયમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ ?

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડ, વાપી, પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં વરસાદ તૂટી પડ્યો છે. સવારના 6 થી 12 ના વરસાદી આંકડાની વાત કરીએ તો.વલસાડ 4 મીમી,વાપી 13 મીમી,ઉમરગામ 6મીમી ,પારડી 15મીમી,ધરમપુર 15 મીમી,કપરાડા 51મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે, વાવણીલાયક વરસાદથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો નદીઓમાં નવા નીરનું આગમન થયું છે.

હવામાન ખાતાની આગાહી મુજબ, 14 જૂન સુધીમાં ભારેપવન ફૂંકાવાની શક્યતા

રાજ્યમાં ચોમાસાનો 6 દિવસ પૂર્વે પ્રવેશ થઈ ગયો છે. આજે સવારથી જ વલસાડમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જોકે, આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વલસાડ અને નવસારી સહિત દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 3 દિવસ અન્ય વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ દરમ્યાન માછીમારો માટે ચેતવણી અપાઈ છે. 30 જૂન સુધીમાં સમગ્ર રાજયમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે.

આગામી પાંચ દિવસ માટે દરિયા કાંઠા વિસ્તારના માછીમારોને દરિયો નહીં ખેડવા સુચના

દક્ષિણ ઉત્તર દરિયાકાંઠા વિસ્તારમાં મહદઅંશે 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાક થી શરૂ કરી 60 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારના માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

majboor str 12 ગુજરાતના આ શહેરમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ, આગામી પાંચ દિવસ દરમિયાન માછીમારોને ચેતવણી